________________
૭૮
સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ
રતનશોધ જિમ શતપુટખાર, તિમ આતમ શોધક વ્યવહાર ગુણધારાઈ અખિલ પ્રમાણ, જિમ ભાખઈ દાસૂર સુજાણ II
૫૮ જિમ રતનશોધક – રતનદોષનો વલણહાર, શતપુટખાર – સો ખારપુટ છઈ તિમ આતમાના દોષનો શોધક ક્રિયાવ્યવહાર કઈ | ચરમદિયાસાધન માટઈં પ્રથમાદિ કિયા પણિ લેખઈ છઈ પ્રથમાદિ વિના ચરમ ખારપુટ ન હોઇ, તે વિના રતનશુદ્ધિ ન હોઈ, એ ક્રિયા દિષ્ટાંત જાણવો! ગુણધારાવૃદ્ધિ સર્વપ્રમાણ એહ જે અભિપ્રાય યોગવાશિષ્ઠગ્રંથ મધ્યે ઘસૂરWષ રામચંદ્રપ્રતિ બોલ્યા - || ૫૮ ||
રત્નને શુદ્ધ કરનાર – એના દોષ દૂર કરનાર જેમ ટંકણખારના સો પુટ પટ) આપવા તે છે, તેમ આત્માના દોષને સાફ કરનાર કિયાવ્યવહાર છે. છેલ્લી ક્રિયા થાય તેનાથી જ આત્મા શુદ્ધ થાય છે એવું નથી પણ છેલ્લી ક્રિયા માટે પહેલી વગેરે આગળની સર્વ ક્રિયાઓ જરૂરની હોય છે. ટંકણખારના પહેલા પુટ વિના છેલ્લો પુટ ન હોઈ શકે અને રત્નશુદ્ધિ ન હોઈ શકે એ ક્રિયા માટેનું દષ્ટાંત સમજવું. ગુણની ક્રમશઃ સાતત્યપૂર્વક વૃદ્ધિ કરવાની હોય છે એ સર્વને સ્વીકાર્ય છે. આ જ દૃષ્ટિથી યોગવાશિષ્ઠ ગ્રંથમાં દાસૂર ઋષિએ રામચંદ્ર પ્રત્યે કહ્યું છે –
૧. પ્રમાણ છઈ એહ પુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org