________________
સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ
એ બિહુનાં સાધારણ દોષ, ન કરઈ તો કિમ બંધન મોષા મન બંધાઈ છૂટઈ જીવ, એ તો યુગતુ નહી અતી આ ૫૪ |
ઈમ જીવ અકર્તા અભોક્તા સાંખ્ય વેદાંતી ૨ મતે કહિ એ બિહુનઈં દૂષણ દિઈં છઈ – એ બિહુનઈં સાધારણ ક સરખો દોષ જો
જીવ કરઈ નહી તો બંધ ન ઘટ) તથા મોક્ષ ન ઘટૐ જો એમ કહિઍ કિયાવતી પ્રકૃતિ છૐ માટઈં પ્રકૃતિ બંધાઈં ? સાત્ત્વિક-રાજસ-તામસ ભાવછે પ્રકૃતિનઈં જ સંબંધ છાઈ), તદ્વિકારમહત્તત્ત્વના એ ભાવ છઇ, જીવનઇં તો અધ્યાયમાત્ર [છ76, સવિલાપ્રકૃતિનિવૃત્તિરૂ૫ મોક્ષ તે જીવનઈ છઇં, એ તો ઘટઈ નહી જે માટઈં જે બંધાઈ તે છૂટછે – અન્યનઈં બંધ, અન્યનઈં મોક્ષ એ કહેવું જ કિમ હોઈ શ ૫૪ ||
આમ જીવ અકર્તા અને અભોક્તા છે એમ સાંખ્ય અને વેદાંતી બને માને છે. એ બને મતમાં સરખો જ દોષ છે, તે બતાવીએ છીએ. જીવ જો ક્રિયા ન કરતો હોય તો એને બંધન ન હોઈ શકે અને તેથી મોક્ષ પણ ન હોઈ શકે. જો એમ કહેવામાં આવે કે પ્રકૃતિ ક્રિયાવતી છે એટલે એને બંધન છે, સાત્ત્વિક, રાજસિક, તામસ ભાવો સાથે એને જ સંબંધ છે, એના વિકારરૂપ મહત્તત્ત્વબુદ્ધિ)ના એ ભાવો છે, જીવ પરત્વે તો એનો અધ્યા માત્ર હોય છે, એ અધ્યાસ દૂર થાય અને પ્રકૃતિની સવિલાસ પ્રવૃત્તિની નિવૃત્તિ થાય તે જ મોક્ષ. તો આ પણ યુક્ત નથી કારણકે જે બંધાય તેને જ છૂટદ્વાનું હોય. એક પ્રકૃતિ કે બુદ્ધિ) બંધાય અને બીજા(જીવ)ને મોક્ષ એમ કહી જ શી રીતે શકાય?
૧. છે ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org