________________
૫૦
સમ્યકત્વ જસ્થાન ચઉપઈ
જિમ કટકદિવિકારી હેમ સત્ય, બ્રહ્મ ગજાલે તેમા જે પરણામી તેહ અસંત, અપરિણામ સત કહિ વેદત II ૩૬ II - જિમ કટક-કેયૂપ્રમુખ સુવર્ણના વિકાર છઈ તે જૂઠા, તે કાર્યપણઈ છઈ જેહના એહવું હેમ છઇં તે સાચું છૐ તિમ
ગજાલરૂપ વિકાર જૂઠા છઇં તે મળે અવિકારી બ્રહ્મ સત્ય છઇં ! જે પરિણામી તે અસતુ, જે અપરિણામી તે સતુ, ઈમ વેદાંત કહી,
કાલવૃન્તભાવપ્રતિયોગિત્વમસત્યત્વમ્, તક્રિભન્નત્વ સત્યત્વમ્” ( ) ઉક્ત ચ –
આદાવજો ચ યનાસ્તિ મધ્યડપિ હિ ન તતુ-તથા. વિતવૈઃ સદશાઃ સન્તો વિતથી ઈવ લક્ષિતા: ||
(ગૌડપાદકારિકા ૬) // ૩૬ //
સોનું મૂલ છે અને કડાં, બાજુબંધ વગેરે આભૂષણો એના વિકારો છે – કાર્ય છે. કડાં વગેરે મિથ્યા છે અને સોનું સત્ય છે તેમ જગતજાળરૂપ વિકાર તે મિથ્યા છે અને અવિકારી બ્રહ્મ તે સત્ય છે. જે પરિણામી – કાર્યરૂપ તે અસત્ છે અને અપરિણામી – મૂળ છે તે સત્ એવો વેદાંતનો અભિપ્રાય છે : “ત્રણે કાળમાં ક્યારેય પણ જેનો અભાવ જોવા મળે તે અસત્યત્વ અને જેનો અભાવ જોવા ન મળે તે સત્યત્વ.” વળી, ગૌડપાદકારિકામાં કહ્યું છે કે – “આદિમાં ને અંતે જે નથી તે મધ્યમાં પણ નથી. એવા આકાશકુસુમ જેવા અસત્ પદાર્થોના જેવા આ જગતના પદાર્થો પણ આદિમાં ને અંતે ન હોવાથી અસત્ જ ગણાય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org