________________
સમ્યક્ત્વ સ્થાન ચઉપઈ
ઇમ અજ્ઞાનિ બાંધી મહી ચેતન કરતા તેહતો[નો] નહી | ગલ-ચામીકરનઇ દૃષ્ટાંતિ ધરમપ્રવૃત્તિ જિહાં લગિઇ
ભ્રાંતિ || ૪૧ ||
ઇમ અજ્ઞાનě મહી ક૰ પૃથ્વી તે બંધાણી છઇં, તે બંધનો કર્તા ચેતન નથી ! જો પરમાર્થથી બંધ નથી તો બંધવિયોગનઇં અર્થિ યોગી કિમ પ્રવર્તó છઇં ? તે આશંકાઇ કહઇ છઇ – ગલચામીકર ક૦
-
કંઠગત હેમમાલા તેહનઇ દૃષ્ટાંતě । ભ્રાંતિ છઇ તિહાંતાઇ ધર્મનઇ વિષઇ પ્રવૃત્તિ છઇં, જિમ છતી જ કંઠસ્વર્ણમાલા ગઈ જાણી કોઈ ઘણે ઠામે સોધઇ તિમ અબદ્ધ બ્રહ્મનઇ જ બદ્ધ જાણી બંધવિયોગનઇ અર્થિ તપસ્વી પ્રવર્તÛ છઇં || ૪૧ ||
૫૫
આમ આખી પૃથ્વી અજ્ઞાને બંધાયેલી છે. અજ્ઞાનરૂપ આ બંધનનો કર્તા ચેતન નથી. બંધન પોતે જ પારમાર્થિક નથી, તો યોગી બંધને નિવારવા માટે કેમ પ્રવૃત્તિ કરે છે એવો પ્રશ્ન થાય. તો એનો ઉત્તર એ છે કે આ તો ગળામાં સોનાના અછોડાવાળી વ્યક્તિના જેવું છે. એને એમ થાય છે કે અછોડો ખોવાયો છે અને એ બધે એને શોધવા લાગે છે તેમ અબદ્ધ બ્રહ્મને બહુ માનીને તેના બંધનાદિને દૂર કરવા તપસ્વી જીવ ધર્મની પ્રવૃત્તિ કરે છે. આમ ભ્રાંતિ છે ત્યાં સુધી ધર્મની પ્રવૃત્તિ છે.
૧. અન્યત્ર ‘તેહનો' મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org