________________
સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ
૧૭
એક સુખિયા એક દુખિયા હોઈ, પુણ્ય-પાપવિલસિત તે જોઈ કરમચેતનાનો એ ભાવ, ઉપલાદિક પરિ એ ન સ્વભાવ
૧૫ || સરિખઈ જ બાહ્ય કારણઈ એક સુખિયા નઈ એક દુખિયા જે હોઈ છઈ તે પુણ્ય-પાપનો વિલાસ જોયો. ઉક્ત ચ -
જો તુલસાહણાણ ફલે વિસેસો, ણં સો વિણા હેઉં કજ્જdણઓ ગોયમ ! ઘડો વ હેઉ અ સે કમૅ II.
(વિ. ભા૧૬ ૧૩) કોઈ કહસ્ય) – એક પાખાણ પૂજાઈં છઇં, એક રઝલઈ છઈ તિમ એ સ્વભાવશું હુરૂઈં. તેહનઈં કહિઈ ઉપલાદિકનઈં પૂજાનિંદાથી સુખદુઃખવેદન નથી, જીવનઇં તે છઠે, તો એ ભોગચેતના કરમચેતનાનો કરિઓ ભાવ છઇં, દૃષ્ટાન્વયવ્યતિરેકસ્વભાવશું નિરાકારિશું તો દંડાદિકનઈં ઘટાદિક પ્રતિ પણિ કારણતા કિમ કહિછે ? || ૧૫ ||
બાહ્ય સાધનસામગ્રી સરખી હોવા છતાં જુદાં પરિણામ જોવા મળે છે – એક સુખી અને બીજો દુઃખી – તો એનો હેતુ તો હોવો જ જોઈએ. એ હેતુ તે કર્મ છે. પુણ્યકર્મ ને પાપકર્મથી જ સુખદુઃખ આવે છે. કોઈ એમ કહે કે પથરાને તો કંઈ કર્મ હોતું નથી, છતાં એક પથરો પૂજાય છે ને બીજો રઝળે છે. એનું કારણ તો સ્વભાવ જ છે. તો એનો જવાબ એ છે કે પથરાને પૂજા કે નિંદાથી કંઈ સુખદુઃખ થતાં નથી, જીવને સુખદુઃખનો અનુભવ થાય છે તેથી એ ભોગચેતના એ કર્મચેતનાનું પરિણામ છે. કર્મને જો સુખદુઃખનાં કારણ રૂપે ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org