________________
[ ૩૭ )
આજે આપણા સંઘમાં, સાધુ-સાધ્વીઓમાં તેમ જ ગૃહસ્થ વ માં, આગમિક સાહિત્યનું પઠન-પાઠન નહિવત્ છે. એ દિશામાં રૂચિ જ જાણે કે રહી નથી. પરિણામે ગુરુપર‘પરા અને આમ્નાયના મહદશે લાપ થતા જાય છે. ખીજી બાજુ, આગમ-શાઓના અભ્યાસના અભાવે, વ્યાખ્યાન (દેશના) પણ હવે લેાકર'જનનુ સાધન અની રહ્યું છે અને ધનથી સાધ્ય કાર્યો કરવા-કરાવવા માટેનું માધ્યમ બની ગયુ છે. આગમિક અધ્યયનના અભાવે અપાતુ વ્યાખ્યાન તે કરી લેાકર'જક વાચાળતા બની રહે તેમ છે, જે ભવભીરુતા અને ગુણાનુરાગને જીવનમાંથી છેદ ઉડાડે છે અને અહુ' અને ક્ષુદ્રતાની વૃત્તિએનું પાષણ કરે છે.
આ પરિસ્થિતિ પરત્વે ગભીરધારણે વિચાર કરવાના અને આપણી હાસ પામતી જતી પૂર્વ પુરુષોની સ્વાધ્યાય પરંપરાને પુનર્જીવિત-પુનઃપ્રસ્થાપિત કરવાના સમય હવે પાકયે છે. સવેળા ચેતવુ' હુવે અનિવાર્ય છે. નહિ તે ૨૫૦૦ વર્ષોમાં જે હાસ ન થયે, તેથી અધિક હાસ આ પચીશીમાં થયાનું નિમિત્ત આપણે સહુ બની જઈશુ, એ નિઃશંક છે.
પ્રસ્તુત ગ્રંથ વર્ષો અગાઉ છપાયેલેા. પરતુ તેની એકાદ નકલ પણ કાંય મળવી મુશ્કેલ હતી. અને આ દાયકાના કે આ પચીશીના સાધુગણ માટે કે ગૃહસ્થા માટે તે આવી સર્વોત્તમ કૃતિનુ નામ પણ તદ્દન અજાણ્યુ' જ રહી જતુ' હતું. આથી આ ગ્રંથનુ' પુનર્મુદ્રણ કરવાની ચેાજના થઈ, અને પૂજ્યપાદ ગુરુભગવતની કૃપાથી તેમ જ ભાવનગરના શ્રીસંઘની જ્ઞાનપ્રીતિથી આ ચેાજના આજે સાંગેાપાંગ પાર પડી રહી છે, તેથી સમુદાયની તથા શ્રીસ ઘની એક સેવા અાવ્યાના પરિતાષ હૈચે પ્રવર્તે છે.
આ ગ્રંથમાં ગ્રંથકારે જે વાતે જે રીતે લખી છે તે તમામ તેમ જ રાખેલ છે. વાકય રચના સુદ્ધાંમાં કેઈ ફેરફાર કર્યો નથી. કેમ કે વિશિષ્ટ પુરુષે લખેલે 'થ, અને તે પણ શ્રીજિનાગમવિષયક, તેથી તેમાં કયાંય ફેરફાર કરવા જતાં કાઈક અનુચિત ફેરફાર થાય તે તે મેટી આશાતનારૂપ ખની બેસે. તેથી મૂળ કૃતિ જેમ હતી તેમ યથાવત્ રાખેલ છે. માત્ર વિરામચિહ્નોમાં તથા કોઈ કોઈ જૂની પદ્ધતિના શબ્દોમાં ભાષાકીય દૃષ્ટિએ સુધારા કર્યો છે, જે નગણ્ય છે.
આ મહાકાય ગ્રંથનુ કામ કરવામાં મારા ગુરુભાઈ એ પન્યાસશ્રી ભદ્રસેનવિજયજી ગણી, મુનિશ્રી નંદીઘેષવિજયજી, મુનિશ્રી જિનસેનવિજયજી એ ત્રણને પૂરા ફાળા છે તે અહી' નાંધવું જોઈ એ.
અંતમાં, આ ગ્રંથના ખૂમ સદુપયાગ થાય અને અનેક આત્માએ શ્રીજિનાગમ પ્રતિ અભિમુખ અને તેવી શુભાશ’સા.......
શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળા શ્રી હેમચન્દ્રાચાર્ય ચાક ખારવાડા, ખંભાત
Jain Education International
For Private & Personal Use Only
— શીલચન્દ્રવિજય ૧૬-૧૨-૧૯૮૭ પાષ દશમી.
www.jainelibrary.org