________________
રચના છે. આ બધા મુદ્દાઓ આ કૃતિને ઉમાસ્વાતિના નામે ચડાવવાની વિરુદ્ધ જાય છે. કેટલાક વિદ્વાને તેને હરિભદ્રસૂરિની કૃતિ માને છે.
પ્રશમરતિ પરની સંસ્કૃત ટીકાઓ–પ્રશમરતિ ઉપર બે સંસ્કૃત ટીકાઓ ઉપલબ્ધ છે–એક હરિભદ્રસૂરિએ (ઈ. સ.ની બારમી શતાબ્દી) લખેલી અને બીજી અજ્ઞાતકતૃક. અજ્ઞાતકર્તાક ટીકા અવચૂરિસહિત છે. આ બંને ટીકાએ શ્વેતાંબર પરંપરાની છે. કોઈ દિગંબર આચાર્યો તેના ઉપર ટીકા રચી નથી. તેનું કારણ એ જણાય છે કે પ્રશમરતિમાં મુનિનાં વસ્ત્રપાત્ર વિશે વિસ્તૃત નિરૂપણ છે, જે દિગંબરેને ઈષ્ટ નથી.. આ બે સિવાય બીજી કોઈ ટીકા અત્યારે ઉપલબ્ધ નથી, પરંતુ આ બે સિવાયની બીજી ટીકાઓ હતી એ હરિભદ્રસૂરિની ટીકાને અંતે આપેલી ટીકાકારની પ્રશસ્તિના આધારે નક્કી થાય છે. હરિભદ્રસૂરિ કહે છે કે પિતે આ ટીકા પ્રાચીન ટીકાઓનું અધ્યયન કરીને લખી છે (જમાવ્ય પૃદ્ધીવા - ઝરાત્તિ રૂ)
આ ટીકાકાર હરિભદ્રસૂરિ ઈસ્વી સનની બારમી શતાબ્દીના હોઈ, આઠમી શતાબ્દીના યાકિનીસૂનુ હરિભદ્રસૂરિથી જુદા છે. વળી, નેમિનાડચરિઉના કર્તા વડગચ્છીય હરિભદ્રથી ૧૨૧૬ વિ. સં=૧૧૬૦ ઈ.સ.) પણ એ જુદા છે. ટીકાને અંતે આપેલ પ્રશસ્તિમાંથી જ્ઞાત થાય છે કે આ ટીકાકાર હરિભદ્રસૂરિ દેવસૂરિશિષ્ય જિનદેવના શિષ્ય હતા. તેમણે આ ટીકા જયસિંહદેવના રાજ્યકાળમાં અણહિલપુર પાટણમાં વિ. સં. ૧૧૮૫માં રચી છે.
હરિભદ્રસૂરિ પ્રશમરતિને બાવીસ અધિકારમાં (પ્રકરણમાં) વિભક્ત કરે છે. તેમની ટીકા સંક્ષિપ્ત અને સરળ છે. શબ્દાર્થ માત્ર તે આપે છે. કોઈ પણ મુદાની વિસ્તૃત ચર્ચા તેમાં નથી. પ્રાચીન શાસ્ત્રોમાંથી મહત્વનાં ઉદ્ધરણે તે આપતી નથી. આગએમાંથી બહુ જ થોડાં ઉદ્ધરણો હરિભદ્ર ટીકામાં આપ્યાં છે. આ તેમણે કરેલી પ્રતિજ્ઞાને અનુરૂપ છે. તેમની પ્રતિજ્ઞા ટૂંકમાં (સવાશેર) સમજૂતી આપવાની છે.
બીજી અજ્ઞાતકક ટીક હરિજદની ટીકાથી વદ્યારે પ્રાચીન લાગે છે. આ ટીકા હારિભદ્રીય ટકાથી વધારે વિસ્તારવાળી છે. તે કહે કે શદાર્થ કરવા ઉપરાંત આચારને લગતા કે દાર્શનિક મહત્વના સિદ્ધાન્ત બલ ફિસ્તારથી સમજૂતી આપે છે, એટલું જ નહિ પણ મહત્ત્વનાં ઉદ્ધરણો પણ શાસ્ત્રમાંથી આપે છે.
હરિભદ્રસૂરિની સમક્ષ આ અજ્ઞાતકર્તાક ટીકા દેવાને સંભવ લાગે છે. હરિભદ્રસૂરિ કેટલાંક એવાં પાઠાન્તરોને ઉલ્લેખ કરે છે જે અજ્ઞાતકક ટીકાની સ્વીકૃત વાચનામાં મળે છે. બીજું, હરિભદ્રસૂરિ બાવીસ અધિકરણમાં પ્રશમરતિને વિભકત કરે છે, જ્યારે અજ્ઞાતકર્તક ટીકામાં કે તેણે સ્વીકારેલ વાચનામાં પ્રશમરતિને કોઈ પણ રીતે વિભક્ત કણ્વામાં આવેલ નથી. જે અજ્ઞાતત્ત્વક ટીકા હારિભદ્રીય ટીકા પબની હતી તે અજ્ઞાતકર્તક ટીકામાં તે તે વિભાગને સ્વીકાર અથવા નિર્દેશ હોત, પરંતુ તેમ નથી. ત્રીજુ, અજ્ઞાતકર્તાક ટકાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org