________________
૧૫
સરખામણી કરી શકે તેવે દેખાયા નથી. ભાષ્યમાં દેખાતે આ દાર્શનિક અભ્યાસ સર્વાધ સિદ્ધિમાં કઇક ઘેરા અને છે અને તે રાજવાર્તિકમાં વિશેષ ઘટ્ટ થઈ, છેવટે શ્લોકવાર્તિકમાં ખૂબ જામે છે.” શ્ર્લેકવાર્તિકમાં પૂર્વકાલીન અને સમકાલીન જૈનેતશએ કરેલ હુમલાઓને સમથ ઉત્તર છે. મૂળ સૂત્ર ઉપર લખાયેલી ભાષ્ય સિવાયની બધી મહત્ત્વની વ્યાખ્યાઓ દિગંબર આચાર્યની છે.
(૨) તવા ભાષ્ય—આ ભાષ્ય તત્ત્વાર્થસૂત્રની વ્યાખ્યા છે. તે ઉમાસ્વાતિની જ રચના છે, પરંતુ તેમાં દિગબર પર’પરાને માન્ય ન હોય એવી કેટલીક બાબતેના સ્વીકાર હાઈ, દિગંબરો તેને ઉમાસ્વાતિની કૃતિ નથી ગણતા. ભાષ્યમાં અમે કહીશું’ ( = વક્ષ્યામિ અસ્ક્યામઃ ) એ રીતે જે વસ્તુ કહેવાની પ્રતિજ્ઞા કરવામાં આવી છે તે વસ્તુ પછી સૂત્રમાં જ કહેવામાં આવી છે. તેથી સૂત્ર અને ભાષ્ય બંનેના કર્તા નિઃસંદેહ એક જ છે એ પુરવાર થાય છે. સિદ્ધસેન ગણી તથા યાકિનીસૂનુ હરિભદ્રસૂરિ પણ ભાષ્યકાર તથા સૂત્રકારને એક જ માને છે. વળી દશવૈકાલિકની અગસ્ત્યસિંહકૃત ચૂર્ણિમાં ઉમાસ્વાતિના નામે જ સૂત્ર અને ભાષ્ય અને ઉદ્ધૃત છે (પૃ. ૮૫), ભાષ્યની શૈલી પ્રાચીન છે. ભાગ્યમાં માગમાનુન્નારી વિવરણ વિશેષ છે, દાર્શનિક ચર્ચા પ્રમાણમાં અલ્પ છે. કાળતત્ત્વ, કેવલિકલાહાર, અચેલકત્વ, શ્રીમાક્ષ જેવી જે ખાખતાએ તીવ્ર મતભેદનું રૂપ ધારણ કર્યું છે તે આમતે પ્રત્યેના સાંપ્રદાયિક અભિનિવેશ ભાષ્યમાં દેખાતા નથી.
તત્ત્વાર્થભાષ્ય ઉપર સિદ્ધસેન ગણીએ આગમાનુસારી ટીકા રચી છે. યાકિનીસૂનુ હરિભદ્રસૂરિએ સાડા પાંચ અધ્યાય સુધી ભાષ્ય ઉપર વૃત્તિ લખી છે, ત્યાંથી આગળ દસમા અધ્યાયના અંતિમ સૂત્રના ભાષ્યને બાદ કરતાં બાકીના ભાષ્ય પર યશેાભદ્ર આચાર્ય વૃત્તિ રચી છે અને દસમા અધ્યાયના માત્ર અંતિમ સૂત્રના ભાષ્ય પર યશેાભદ્ર આચાર્યના અજ્ઞાતનામક શિષ્યવૃત્તિ રચી છે. દેવગુપ્તસૂરિએ ભાષ્યની સંબંધકારિકાઓ ઉપર લખેલી વ્યાખ્યા મળે છે પણ ભાષ્ય ઉપર લખવા ધારેલ વ્યાખ્યા લખી હશે કે નહિં તે કહેવું મુશ્કેલ છે. આચાર્ય મલયગિરિએ તત્ત્વાર્થભાષ્ય ઉપર લખેલી વ્યાખ્યા ઉપલબ્ધ નથી. વાચક શ્રી યશે વિજયજીએ ભાષ્ય પર લખેલી વૃત્તિના અપૂર્ણ પ્રથમ અધ્યાય જેટલે ભાગ મળે છે. આમ વેતાંબર આચાર્યોનું વલણ મૂળ સૂત્રો પર નહિ પણ ભાષ્ય પર ટીકાઓ લખવાનુ` રહ્યું છે.
(૩) જ બૂઢીપસમાસ—આ કૃતિ ચાર આફ્રિકમાં વિભક્ત છે, છતાં અત્યંત લઘુ છે. પ્રથમ એ આફ્રિક જ બૂઢીપની ભૂગોળનું વર્ણન કરે છે. ત્રીજુ આણ્વિક દ્વીપ અને સમુદ્રોનું નિરૂપણ કરે છે. ચાથા આહ્નિકમાં માપનાં સૂત્રોની ચર્ચા છે તેમ જ જમ્મૂઢીપની લાક્ષણિકતાઓના સંગ્રહ છે. તત્ત્વાર્થસૂત્રના ૩.૧૫ના ભાષ્યમાં અન્તદ્વ પાનાં જે નામ આપ્યાં ♦ તે નામ જ ખૂદ્વીપસમાસના ત્રીજા આહ્નિકમાં આપેલાં નામે સાથે બરાબર મળતાં છે,
Jain Education International
For Private & Personal Use'Only
www.jainelibrary.org