________________
ઉમાસ્વાતિ મહાવિદ્વાન છે. અત્યાર સુધીમાં ઉપલબ્ધ સમગ્ર જૈન સાહિત્યમાં ઉમાસ્વાતિ જ પ્રથમ સંસ્કૃત લેખક છે. જૈન આગના બધા પદાર્થોને સંગ્રહ કુશળતાપૂર્વક સારી રીતે તત્વાર્થસૂત્રમાં તેમણે કર્યો છે. તેથી તે અગિયાર અંગેનું દઢ જ્ઞાન ધરાવતા હતા એ પુરવાર થાય છે. આ કારણે જ પ્રશંસાસૂચક પૂર્વવિત’ વિશેષણ વેતામ્બરાચાર્યો અને “શ્રુતકેવલિદેશીય’ વિશેષણ દિગમ્બરાચાર્યો તેમને આપે છે. આગમોના પદાર્થોને સંગ્રહ તેમણે ઉત્કૃષ્ટ રીતે કર્યો હોઈ, હેમચંદ્રાચાર્ય તેમને સર્વોત્કૃષ્ટ સંગ્રહકાર ગણે છે. ભાષ્યસહિતના તત્ત્વાર્થસૂત્રને અભ્યાસ કરતાં જણાય છે કે તેઓ વૈશેષિક, ન્યાય, યુગ અને બૌદ્ધ આદિ દાર્શનિક સાહિત્યથી સારી રીતે પરિચિત હતા. તેમણે તત્વાર્થભાષ્યમાં પાણિનિવ્યાકરણનાં સૂત્રે ટાંક્યાં છે, આ હકીક્ત તેમના પાણિનિવ્યાકરણના અભ્યાસની સાક્ષી પૂરે છે. તેમની બહુશ્રુતતા અને લેખક તરીકેના તેમના સામર્થ્યને આધારે વેતાંબરાચાર્યો તેમને પાંચ ગ્રંથના કર્તા તરીકે સ્વીકારે છે.
ઉમાસ્વાતિની કતિઓ–પરંપરા અનુસાર ઉમાસ્વાતિએ પાંચ પ્રકરણેની રચના કરી હતી. હરિભદ્રસૂરિ (ઈ.સ. બારમી શતાબ્દી) પિતાની પ્રશમરતિટીકામાં અને ઉલ્લેખ કરે છે. હાલ ઉપલબ્ધ કૃતિઓથી વધારે કૃતિઓ તેમણે રચી છે, કારણ કે ઉત્તરાધ્યયનવૃત્તિના કર્તા ભાવવિજયજી ઉમાસ્વાતિને નામે કેટલાંક ઉદ્ધરણે આપે છે જે તેમની ઉપલબ્ધ કૃતિઓમાં મળતાં નથી, તેમ જ સિદ્ધસેન ગણ પિતાની તસ્વાર્થભાષ્ય ઉપરની વૃત્તિમાં (૭–૧૦ પૃ. ૭૮) ઉમાસ્વાતિના શૌચપ્રકરણ” નામના ગ્રંથને ઉલેખ કરે છે જે અત્યારે ઉપલબ્ધ નથી. વળી, તત્વાર્થસૂત્ર અને તત્વાર્થભાષ્ય ઉપરાંત પ્રશમરતિ, જબૂદ્વીપસમાસ, પૂજાપ્રકરણ અને સાવયપણુત્તિને પરંપરા તેમની કૃતિઓ ગણે છે. પ્રશમરતિ આદિ આ ચારમાંથી પ્રથમ બેને તે સામાન્યપણે તેમની કૃતિઓ તરીકે સ્વીકારવામાં આવેલ છે, પરંતુ બાકીની બેને તેમની કૃતિઓ તરીકે પ્રાયઃ સ્વીકારવામાં આવેલ નથી. આ ચારમાંથી કઈ પણ કૃતિ તેમનું નામ ધરાવતી નથી. તેમણે તત્વાર્થસૂત્ર તેમ જ તત્ત્વાર્થભાષ્યની રચનાને જ પિતાનું મુખ્ય જીવનકાર્ય ગણ્ય લાગે છે. પ્રશમરતિને પરિચય તે આપણે કરી લીધે. એટલે હવે બાકીની કૃતિઓને પરિચય કરી લે પ્રાપ્ત થાય છે. - (૧) તત્વાર્થસૂત્ર—જૈન સાહિત્યમાં તત્ત્વાર્થસૂત્રની જે પ્રતિષ્ઠા છે તેવી પ્રતિષ્ઠા ભાગ્યે જ બીજા કેઈ ગ્રંથની છે. જૈન સમાજના બધા ફિરકાઓમાં તેને સમાન આદર છે. જૈન આગના બધા પદાર્થોને તે શ્રેષ્ઠ સંગ્રહ છે. એમાં લગભગ સાડા ત્રણસે સંસ્કૃત સૂત્રે છે. નાનામાં નાનાં સૂત્રે એકબે શવ ધરાવે છે જ્યારે મોટાં સૂત્રે વધારેમાં વધારે પાંચસાત શબ્દો ધરાવે છે. એમને કંઠસ્થ કરી લેવાથી તેમ જ સમજી લેવાથી જૈન સિદ્ધાન્તનું
ખાસ્સે પાંડિત્ય પ્રાપ્ત થઈ જાય છે. આ સૂત્રે દસ અધ્યાયમાં વિભક્ત છે. પ્રથમ અધ્યાયમાં - સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્રને સમસ્તપણે મોક્ષને ઉપાય જણાવી, સમ્યગુ
Jain Education International
- For Private & Personal Use Only
www.jainelibrary.org