________________
મકામરતિનું ક – “પ્રશમરતિની ભાષા અને વિચારસરણી એ ઉમાસ્વાતિકર્તાક હોવાનું માનવાને લલચાવે છે,” એવો પંડિતશ્રી સુખલાલજીને અભિપ્રાય છે. (જુઓ તત્ત્વાર્થસૂત્ર, ગુજરાતી પ્રસ્તાવના પૃ. ૨૦). તત્ત્વાર્થભાષ્ય ઉપરની પિતાની વૃત્તિમાં એક સ્થાને (૫૬) સિદ્ધસેન ગણ કહે છે કે “કારણ કે પ્રશમરતિમાં તેમણે જ કહ્યું છે કે... (ચાર કરામતી અને નૈવો)’ અને વળી બીજે સ્થાને (૯૬) તે કહે છે “વાચકે આને જ “બલ' નામથી પ્રશમરતિમાં (ગાથા ૮૦) રજૂ કરેલ છે (વાર વેત વસ્ત્રાંસા કરાતી વાર5).' આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સિદ્ધસેન ઉમાસ્વાતિને જ પ્રશમરતિતા કર્તા માને છે. યાકિનીસૂનુ હસિદ્ધાદ્રસૂરિ (ઈ. સ. આમી શતાબ્દી) પણ તત્ત્વાર્થભાષ્ય ઉપરની પોતાની ટીકામાં “ આ જ સૂરિએ અન્ય પ્રકરણગ્રમાં આમ કહ્યું છે (થોમનૈવ ના મળત)” એમ કહી પ્રશમરતિની બે ગાથાઓ ઉદ્દધૃત કરે છે. આ ઉપરથી ફલિત થાય છે કે હરિભદ્રસૂરિ પણ ઉમાસ્વાતિને જ પ્રશમરતિના રચયિતા ગણે છે. ધર્મરત્નપ્રકરણ ઉપરની પિતાની પવૃત્તિમાં (રચનાસંવત ૧ર૭૧) શાન્તિસૂરિ સ્પષ્ટપણે જણાવે છે કે “પૂર્વગતવેદી ઉમાતિવાચકે જિનપ્રવચનની ઉન્નતિ કરવા માટે પ્રશમરતિ, તત્ત્વાર્થ આદિ અનેક મહાશાસ્ત્રો રચ્યાં છે (પૂર્વત્રિના ચોઘતિવાવેન બતાવવાનોનતિતમાનપતિdવારને મ ળ... ).” આમ શાન્તિસૂરિના મતે પણું પ્રશમરતિના કર્તા ઉમાસ્વાતિ જ છે. વળી, પ્રશમરતિ અને સ્વાર્થસૂત્રની સરખામણીમાં આર્થિક અને શાબ્દિક સામ્ય અને દર્શાવ્યું છે, તે સામ્ય બંને કૃતિઓના કર્તા એક જ હોય એવું સૂચવે છે. અર્થાત, ઉમાસ્વાતિ જ પ્રશમરતિના કર્તા છે. ઉપરાંત, સંબંધકારિકા ૨૩ – ૨૬માં આગના પદાર્થોને સંગ્રહ કરવામાં રહેલી મુશ્કેલીને જે ઉલ્લેખ છે તેને જ પડશે પ્રશમરતિના લેક ૩- ૪માં પડયો છે. આમ સમગ્રપણે વિચારતાં ઉમાસ્વાતિ જ પ્રશમરતિના ર્તા સિદ્ધ થાય છે.
પ્રશમરતિની રચના ઉમાસ્વાતિએ તરાર્થસૂત્રની રચના કર્યા પછી કરી હોય એમ . લાગે છે. નીચેની વિગતે આ માન્યતાને પુષ્ટિ આપે છે. તત્વાર્થસૂત્રમાં સાત તો ગણવવામાં આવ્યા છે, જ્યારે પ્રશમરતિ તવ તોની સમજૂતી આપે છે અને એ દ્વારા સદાચારના ફી તરીકે શ્રાવકને સ્વર્ગની ખાતરી આપતે અંશ ઉમેરે છે (ગાથા ૩૦૩ – ૩૦૯). તત્ત્વાર્થસૂત્રમાં તે સમજાવવામાં આવેલી કેવલિસમુદુઘાતની પ્રક્રિયા અહીં સમજાવવામાં આવી છે (૨૭૩ - ૨૭૭). તત્વાર્થસૂત્રમાં કાળને દ્રવ્ય તરીકે સ્વીકાર ની, જ્યારે અહીં પ્રામાતિમાં કાળને દ્રવ્ય તરીકે સ્વીકારે છે (૨૦). તાર્થસૂત્રમાં સ્થાવરને ત્રણ પ્રકારના ગણાવ્યા છે, જ્યારે પ્રશમરતિમાં તેમને પાંચ પ્રકારના ગણાવ્યા છે (૧૯૯૨). તત્વાર્થસૂવમાં પરસ્પરોપગ્રહને જીવનું કાર્ય (ઉપકાર) ગયું છે, જ્યારે પ્રશમરતિમાં સમ્યફત્વ, જ્ઞાન, ચારિત્ર, વીર્ય અને શિક્ષાને જીવનું કાર્ય (ઉપકાર) ગયું છે (૨૧૮). આમ ઉમાસ્વાતિએ વાર્થસૂત્રમાં ન હોય એવી કઈક નવી બાબતને પ્રશમરતિમાં ઉમેરી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org