________________
૧૬
પરંતુ તે નામ આગમિક કે અનાગમિક યાદીઓ સાથે પૂરેપૂરા બંધબેસતા નથી. ઉમાસ્વાતિ જબૂદ્વીપસમાસના કર્તા છે એ પારંપરિક માન્યતાના સમર્થનમાં આ હકીક્ત બળ પૂરે છે. જબૂદ્વીપસમાસના ચેથા આફ્રિકામાં માપનાં જે સૂત્રો આપેલાં છે તે અને તત્વાર્થસૂત્ર ૩.૧૧ના ભાગમાં માપનાં જે સૂત્રો આપેલા છે તે એકસરખાં છે, કેવળ એક જ સૂત્ર તત્ત્વાર્થભાષ્યમાં આપેલ સૂત્રથી જરા ભિન્ન છે. તત્વાર્થભાષ્યનું આ સૂત્ર વધારે ચક્કસ ગાણિતિક પરિણામ આપે છે. આ ઉપરથી જણાય છે કે જંબુદ્વીપસમાસને તે સૂત્રમાં સુધારો કરી તત્ત્વાર્થભાષ્યમાં વધુ સારું સૂત્ર આપવામાં આવ્યું છે. આ બતાવે છે કે તત્વાર્થભાષ્ય કરતાં કંઈક પહેલાં જંબુદ્વીપસમાસની રચના ઉમાસ્વાતિએ કરી છે. એ સંભવ છે કે તત્વાર્થ સૂત્રના ત્રીજા અધ્યાયની રચનાની પૂર્વતૈયારી રૂપે ઉમાસ્વાતિએ જંબુદ્વીપસમાસની રચના કરી હોય. કદાચ આ કારણે જ તત્વાર્થસૂત્રનો ત્રીજો અધ્યાય અત્યંત સારભૂત અને સંક્ષિપ્ત બની ગયો છે.
(૪) પૂજાપ્રકરણ-૧૯ સંસ્કૃત શ્લેકમાં નિબદ્ધ પૂજા પ્રકરણ શ્રાવકને માટે એકવીસ પ્રકારની પૂજાઓ નિરૂપે છે. પ્રશમરતિના ૩૦૫મા કલેકમાં ગંધ, માલ્ય, અધિવાસ, ધૂપ, દીપ વગેરેને ગણાવવા દ્વારા પૂજાને નિર્દેશ છે પરંતુ એથી વિશેષ કંઈ નથી. પૂજા પ્રકરણમાં તે પૂજાવિધિનું વિસ્તૃત નિરૂપણ છે. જુદા જુદા પ્રકારની પૂજા દિવસના જુદા જુદા સમયે કરવાનું જણાવ્યું છે. ચક્ષુઓ નીચી કરી મૌન ધરી પદ્માસનમાં રહી પૂજા કરવાનું વિધાન કર્યું છે. વળી નવ અંગે નવ તિલક કરવાનું કહેવામાં આવ્યું છે. પૂજા કરનારે પશ્ચિમાભિમુખ રહી પૂજા કરવી જોઈએ એમ કહ્યું છે. આવા વિસ્તૃત ક્રિયાકાંડના ઉલલેખને ઉમાસ્વાતિના જ્ઞાત ગ્રંથમાં કોઈ સ્થાન નથી, જે આ કૃતિ ઉમાસ્વાતિની હોય એ વિશે શંકા પેદા કરે છે. ચારિત્રસુંદર ગણીએ પિતાના સંવત ૧૪૮૭માં રચેલા આચારેપદેશ નામના ગ્રંથમાં આ જ પૂજા પ્રકારે નિરૂપ્યા છે. તેથી કેટલાક વિદ્વાને એમ માને છે કે પૂજાપ્રકરણ ઇ. સ. ની ૧૪મી શતાબ્દીથી ભાગ્યે જ જૂનું હાય.
(૫) સાવયપણુત્તિ–આ ગ્રંથ ૪૦૦ પ્રાકૃત ગાથાઓમાં રચાયેલ છે. તે શ્રાવકના બાર વ્રતનું (અણુવ્રતે, ગુણવતે અને શિક્ષાત્રતેનું) નિરૂપણ કરે છે. તે વ્રતના અતિચારે અને તે વ્રતે સાથે સંબદ્ધ આવશ્યકનું આલેખન પણ તે કરે છે. અનેક સ્થાનેએ તત્વાર્થ સૂત્રમાંથી ઉદ્ધરણે પણ આપવામાં આવ્યાં છે. સાવયપત્તિમાં નિરૂપવામાં આવેલે મુખ્ય વિષય તત્વાર્થસૂત્રના સાતમા અધ્યાયમાં છે. બાર વ્રતે અને તેમના અતિચારેના નિરૂપણની બાબતમાં સાવયપત્તિ તત્ત્વાર્થસૂત્રથી જુદી પડે છે, પરંતુ સાવયપણુતિગત તે નિરૂપણ ઉપાસકદશાની પરંપરાને બરાબર બંધ બેસે છે. વળી, સિદ્ધોના ભેદ કરવાની રીતે (ગાથા ૭૬-૭૭) પ્રજ્ઞાપના ૧.૭.૭–૧૦માં જણાવેલી તે રીતે સાથે બરાબર મેળ ખાય છે, તત્વાર્થસૂત્રમાં જણાવેલી તે રીતે સાથે મેળ ખાતી નથી. ઉપરાંત, સાવયપણુત્તિ પ્રાકૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org