________________ ઉદ્યો ન જોઇfપતો” નિન્દુ-સુત્યાયામ્' એ ધાતુ પરથી નિન્દા શબ્દ બન્યો છે. જુગુપ્સા અર્થમાં ‘કુત્સા” અર્થ વાપરીએ છીએ. કુત્સા=અવક્ષેપ. ક્ષેપ = ફેંકવું. અવક્ષેપ = નીચે ફેંકવું. નિંદા કરવી એટલે શું? નીચે પાડવો, નીચું ઉતારવું, ઇમેજ, પ્રેસ્ટિજ, પ્રતિભા નીચે પાડવી. કોઈને નજરમાંથી નીચે ઉતારવું તે નિંદા.” સભાઃ “નિંદાનો જનક કોણ છે? નિંદા શામાંથી જન્મે છે? અર્થાત્ તેનું બ્રીડિંગ સેન્ટરક્યું?” ગુરુજી: વાંદાનાં ઉત્પત્તિસ્થાનો ગંદકી, ગટરની મોરી વગેરે છે. એમ નિંદાના ઉત્પત્તિસ્થાનો ઇર્ષ્યા, જુગુપ્સા, લોભ, અભિમાન, ક્રોધ વગેરે છે, જે આત્માને પીડા આપનારા છે. તમારે સારા લાગવું છે તેથી બીજામાં ખામી હોય કે ન હોય તેને આગળ કરીને સામેવાળાને હલકા ચીતરવાં એનું નામ નિંદા. ઈર્ષ્યાની ભૂમિકા રૂપમાં કામદેવને શરમાવે, સામર્થ્યમાં ઇન્દ્રને પણ પાછો પાડે એવો રાવણ સીતા પાછળ કામાંધ છે. કરગરે છે, છતાં સીતાએ રાવણ સામું જોયું નથી.” સભાઃ “વ્યભિચારી નટ-નટીઓ ક્યાંક નજરે ચઢી જાય તો અમે ઊભા રહીને ટગરટગર જોયા કરીએ છીએ. એમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરીએ છીએ.” ગુરુજીઃ વિચારવા જેવું છે. દશરથ રાવણની ચાકરી કરતા. ગામેગામ રાવણના નામના રાસડાઓ લેવાતા હતા એવા રાવણને પણ જોવાની સીતાને ઇચ્છા નથી. તમે નટ-નટીઓને જોવા ઊભા રહી જાવ. એમની સાથે ફોટા પડાવો. એમના ઓટોગ્રાફ લો. ખરેખર તો નટ-નટીઓએ પ્રાર્થના : 2 પડાવ : 6