________________ ના પડે. ઇવન એકતા કપૂર પોતે મને ફોન કરે કે મારી સિરિયલમાં ક્યા પાત્રને ક્યાં કપડાં પહેરાવવાં એ નક્કી કરી આપો ને! વિરાટ કોહલીનો લગ્ન પહેલાં ફોન આવ્યો હતો કે મારે લગ્નનું આમંત્રણ પીએમને દેવા જવું છે તો સાથે આવ ને ! મેં સ્પષ્ટ ના પાડી કે હું હમણાં મારા કઝિનનાં લગ્નમાં બીઝી છું. પહેલાં ઘરનાં પછી ગામનાં. વાત બરાબરને ! અનંત અંબાણીનો ફોન આવ્યો હતો, મેં કટ કરી નાંખ્યો. કદાચ એને શોપિંગ જવું હશે. - તમારી બડાઈ ચાલ્યા જ કરી, સભા બરખાસ્ત થઈ. પછી તમારા જવાબદાર વડીલે તમને સાઇડમાં બોલાવીને શાંતિથી તમને કહ્યું કે એકેય ટોપિક એવો નથી નીકળ્યો કે જેમાં તે આપવડાઈ ન મારી હોય. તને બધી જ ખબર પડે છે? તું શહેનશાહ છે? દરેક વાતમાં અભિમાન કેમ કરે છે? અભિમાનથી શું ફાયદો છે? વડીલ શાંતિથી હિતબુદ્ધિથી સમજાવે છે કે આપવડાઈ કરવાથી આપણી છાપ બગડે, પણ પોતાના દોષોનો એવો કદાગ્રહ છે કે ઊલટાનું વડીલના ગળે પડશે કે મારી નામના થાય છે, તેથી તમને મારી ઇર્ષા આવે છે. જેને માર્ગાનુસારી બનવું હોય તેણે પોતાના દોષોનો કદાગ્રહ છોડવો પડે.” જિદ્દીપણું છોડવું સભાઃ “ઉપરોક્ત ઉદાહરણ સંસારની બાબતનું થયું. ધાર્મિક બાબતનું આવું જિદીપણાનું ઉદાહરણ આપો ને?” ગુરુજી: સમજો, મ.સા. વહોરવા આવ્યા. બે ઠાણાં જ હતાં. તેથી તમે આડેધડ વહોરાવવા જિદ કરી અને તમને જવાબદાર વ્યક્તિએ યોગ્ય સમયે ટકોર કરી, તો તમે સાંભળી શકો?ઊલટાનું તમે કહેશો કે તમને ધર્મમાં ખબર ન પડે, આમ જ કરાય. સમજો વડીલ કોઈ મ.સા.ને પૂછે કે પ્રાર્થનાઃ 1 85 પડાવ : 5