________________ નિયાણું કર્યું છે તે વસ્તુ પ્રાપ્ત કરાવી આપે તેવું પુણ્ય પણ જોઈએ. વિશ્વભૂતિએ સંયમની ખૂબ સરસ આરાધના કરી હતી. માટે સ્ટોકમાં પુણ્ય હતું તેથી વાસુદેવ થયા. બાકી કેંગો મળે. તમે બેંકમાં કરોડો રૂપિયા ડિપોઝીટ કર્યા હોય તો જ એક ભરો તો મળે. બાકી ચેક બાઉન્સ થાય, તેમ અહીં પણ નિયાણું કરે એટલે મળી જ જાય એવું નહીં. નિયાણું બાઉન્સ થાય. સાથે સાથે દુર્ગતિ પણ થાય. ભૂલ હોય કે ન હોય, બીજાં હસે તોહસવાદો આ તો શાસ્ત્રની વાત થઈ પણ તમારે અને મારે પણ આમાંથી બોધ લેવાનો છે. સમજો, હું ચૌમાસી પ્રતિક્રમણમાં અભુષ્ઠિઓ ખામતી વખતે ૪માસાણ, ૮પખાણું. બોલવાનું હતું એની જગ્યાએ 8 માસાણું બોલ્યો, બધાં હસ્યાં, તો મારે શું કરવું જોઈએ? મારી ભૂલ થઈ તો હસે એમાં ગુસ્સે થવાની જરૂર શી? ભૂલ સુધારી લેવી જોઈએ. અને જો મારી ભૂલ થઈ નથી છતાં બધાં હસે છે તો ભલે હસતાં. એનાથી મારે શું લેવાદેવા? એમ તમારે પણ તમારા જીવનમાં આ જ શીખવાનું છે. તમારે બે દીકરા છે અનુજ અને આદિ. તમને કોઈએ પૂછ્યું કે તમારા મોટા દીકરાનું નામ શું? તમે કહ્યું અનુજ અને સામેવાળો હસ્યો, તો તમને શું થશે?” સભાઃ “ઈગો હર્ટથશે.” ગુરુજી: “પહેલાં એ તો પૂછો કે કેમ હસ્યા? તમને કોઈ કહે કે મોટા દીકરાનું નામ અનુજ ન રખાય કારણ કે અનુજનો મતલબ થાય નાનો, પશ્ચાત્ ગાયતે તિ અનુન: એટલે કે જે પાછળથી જન્મ્યો છે. અર્થાત્ એની પૂર્વે સંતાન હોવા જોઈએ. તમને તો “અપરથી અનુજ નામ ગમ્યું એટલે રાખી દીધું. નામનો અર્થ તો વિચારવો જોઈએ ને!” સભાઃ “અર્જુનને અનુજ કહે છે.” ગુરુજી: “અર્જુનથી મોટા બે ભાઈઓ છે માટે યુધિષ્ઠિર અર્જુનને અનુજ પ્રાર્થના : 1 88 પડાવ : 5