________________ ગઈ. ત્યારે વિશ્વભૂતિ બોલ્યો કે જો વડીલ પિતાશ્રી પર મારી ભક્તિ ન હોત તો હું આ કોઠાના ફળની જેમ તમારા સર્વનાં મસ્તક ભૂમિ પર પાડી નાખત. પણ તેમના પ્રત્યેની ભક્તિથી હું તેમ કરી શકતો નથી. પરંતુ આ વંચનાયુક્ત ભોગોની મારે જરૂર જ નથી. ત્યારપછી તેણે સંભૂતિ મુનિ પાસે દીક્ષા લીધી. વિશ્વનંદી રાજા ત્યાં આવ્યા. વિશ્વભૂતિને નમી-ખમાવી રાજ્ય લેવા માટે પ્રાર્થના કરી. પરંતુ વિશ્વભૂતિને રાજ્યની ઇચ્છા વગરના જાણીને રાજા પાછા ફર્યા. તપસ્યાથી અતિશય કૃશ થયેલા વિશ્વભૂતિમુનિ એકવાર મથુરાનગરીમાં માસક્ષમણને અંતે વહોરવા પ્રવેશ્યા. ત્યારે વિશાખાનંદી પણ મથુરાનગરીમાં આવેલ છે. વિશ્વભૂતિમુનિ કૃશ શરીરના કારણે ગાય સાથે અથડાવાથી પડી ગયા. આ જોઈને વિશાખાનંદી હસીને બોલ્યા કે કોઠાનાં ફળો પાડવાનું તારું બળ ક્યાં ગયું? આ સાંભળી વિશ્વભૂતિએ ક્રોધથી તે ગાયને શીંગડેથી પકડીને આકાશમાં ભમાવી. મોક્ષમાર્ગમાં સતત એલર્ટ રહેવું પડે. ખરેખર આ શરીર નાશવંત છે. એની તાકાત નાશ પામી એમાં શું થઈ ગયું, એમ વિચારવાને બદલે વિશ્વભૂતિ ગુસ્સે થઈ ગયા કે તું મને પૂછે છે કે મારી તાકાત ક્યાં ગઈ, તો લે ત્યારે તે ગાયને શીંગડેથી પકડીને આકાશમાં ભમાવીને ઉછાળી. વિશ્વભૂતિને અપ્રશસ્ત અભિમાનને કારણે અશુભભાવ આવ્યો, માર્ગાનુસારિતા ગઈ. અને નિયાણું કર્યું. મને એવું બળ મળો કે જેથી મને કોઈ પરાભવ ન પમાડી શકે એવા પરાક્રમવાળો હું થાઉં અને વિશાખાનંદીના મોતનું કારણ બનું.” સભાઃ “નિયાણું કરે એટલે ઇચ્છિત વસ્તુ મળી જ જાય?” ગુરુજી: “ના, એવું નથી. નિયાણું કરનાર વ્યક્તિના સ્ટૉકમાં જે વસ્તુનું પ્રાર્થના : 1 પડાવ : 5