________________ ભક્તો-ભક્તાણીઓ પાછળ ઘેલાઓને ક્યાંથી દેખાય? બસ ઉપધાન, ચોમાસાં, ૯૯ઓ કરાવવી છે. ઓચ્છવ-મોચ્છવમાં જ રચ્યાપચ્યાં છે. વગેરે..વગેરે.. મારા દિલમાં જેટલી નફરત ભરી હશે તે આ નિમિત્તને પામીને બહાર ઊલટી કરીશ.” સભાઃ “આવું શા કારણે થાય?” ગુરુજી: “માન કષાયના કારણે.” સભાઃ “ખરેખર આવિરોધાભાસવાળા પાઠ વાંચીને શું કરવું જોઈએ?” ગુરુજીઃ “અહીં જે વિરોધાભાસ છે તે માત્ર માહિતીસ્વરૂપ છે. તેનાથી કશું આત્મિક નુકસાન ન થાય. હેય-ઉપાદેય વગેરે બાબતનો વિરોધાભાસ હોય તો સંવિગ્ન-ગીતાર્થપાસે વિચાર-વિમર્શ કરવો જોઈએ. આ વાત પરથી મૂળ પકડવાનું હતું કે કપિલમાં માર્ગાનુસારિતાનો અભાવ છે. કપિલ ભગવાનના નિર્વાણ પહેલાં મળ્યો કે પછી, એ મહત્ત્વનું નથી. પણ કપિલમાં માર્ગાનુસારિતા નથી એ સમજવાનું છે. કેમ કે તીર્થકર પ્રરૂપિત ધર્મ ન રૂચ્યો. એમ મારામાં માર્ગાનુસારિતા નહીં હોય તો મારું કલ્યાણ પણ અઘરું છે. સ્વદોષદર્શન થાય તો માર્ગાનુસારિતા આવે. કપિલ માટે લખ્યું છે કે...જેમ ચક્રવાકને ચાંદની, ધુવડને દિવસ, વાયુના રોગવાળાને શીતપદાર્થ, બકરાને મેઘ ન રૂચે તેમ કપિલને પ્રભુનો કહેલો ધર્મ રૂટ્યો નહીં. તેથી બીજા પ્રકારના ધર્મને સાંભળવાની ઇચ્છાવાળા કપિલે આમતેમ દષ્ટિ ફેરવી. વિલક્ષણ વેશવાળા મરીચિ તેના ધ્યાનમાં આવ્યા. મરીચિએ પ્રથમ આહત ધર્મ બતાવ્યો પણ તેને રૂચ્યો નહીં. તેથી કપિલે સવાલ પૂછ્યો, તમારી પાસે ધર્મ નથી? ત્યારે મરીચિએ ઉત્સુત્ર ભાષણ કર્યું અને માર્ગથી પતન પામ્યા. કઈ જ નહિં, | પ્રાર્થના : 1 95 પડાવ : 5