________________ 2) શાસન પ્રભાવના માટેઃ વરઘોડા આદિમાં જે અનુકંપા કરાય છે તે શાસન પ્રભાવના માટે છે. 3) શાસન અપભ્રાજનાનું નિવારણ કરવા માટે દુષ્કાળ, ભૂકંપ વગેરે કુદરતી આફતો વખતે જો જૈનો અનુકંપાનું કામ ન કરે તો લોકોને થાય કે આમના ધર્મમાં દયા જેવી કોઈ વાત જ નથી લાગતી. માટે અનુકંપા કરવી જોઈએ. - ઉપરોક્ત ત્રણ કારણે અનુકંપાદાન કરવાનું છે. અનુકંપાદાન જ તમને સૌથી શ્રેષ્ઠ ધર્મ લાગે તો ખોટું. સુપાત્રદાન ઊંચો ધર્મ છે. જેમ દૂધપાકમાં દૂધ મહત્ત્વનું હોય છે. ઇલાયચી, કેસર ગૌણ હોય છે. એવી જ રીતે સુપાત્રદાન એ ઊંચો ધર્મ છે. એના બદલે અનુકંપાને જ સૌથી મહાન ધર્મ માની લ્યો એ ખોટું છે. આવા પ્રકારની ખોટી બુદ્ધિ આવે તો માર્ગાનુસારિતા ચાલી જાય છે.” સભાઃ “સંસાર અસાર લાગ્યો અને માગનુસારિતા આવી, એટલે સમ્યગ્ગદર્શન આવી ગયું કહેવાય?” ગુરુજી: “ના, માર્ગાનુસારિતા માટે શાસ્ત્રમાં સદધન્યાની ઉપમા આપવામાં આવી છે. માર્ગાનુસારી આંધળો છે પણ નસીબદાર આંધળો છે કેમ કે તેનાં પગલાં જ્યાં દરવાજો છે એ તરફ પડે છે. અંધ કહ્યો તેથી સમ્યગુદર્શન નથી આવ્યું એમ કહેવાય. તામલી તાપસની વાત તામલી તાપસે સંન્યાસ લીધો છે. 60000 વર્ષ તપ કર્યો. ત્યાગી હોવાથી ઇન્દ્રિયોની એક પણ આસક્તિ એમના જીવનમાં નથી. પોતે સંન્યાસી હોવાથી ભિક્ષા ઉપર જીવનનિર્વાહ કરે છે. પોતે જે ભિક્ષા લાવ્યો હોય તેના ચાર ભાગ કરે છે. એમાંથી એક ભાગ ખેચરને, એક ભાગ સ્થલચરને અને એક ભાગ જલચરને નાંખે અને ચોથો ભાગ પોતે વાપરે. પ્રાર્થના 1 98 પડાવ : 5