________________ તૃપ્તિ થાય! જયારે એમની ઇન્દ્રિયો આપણા જેવી છે પણ ક્યારેય ઉપવાસ, છઠ,અઠ્ઠમના પારણે મગનું પાણી, સાકરનું પાણી કે ગોળનું પાણી વાપર્યું નથી. પારણે સૂકી લીલ-ફૂગ વાપરે છે. આ સૂકી લીલ-ફૂગમાં ટેસ્ટ શું આવે? તમને કોઈ અરડૂસીનાં પાન આપે તો ખાશો ? કે ઘૂ ઘૂ કરશો?અરડૂસીના પાનથી કંઈ ઇન્દ્રિયને તૃપ્તિ મળે? તૃષા શાંત થાય? એમના જીવનમાં 1% પણ આસક્તિ દેખાય નહીં. 100% ભવનિર્વેદ અને સાથે સાથે માર્ગાનુસારી બુદ્ધિ હોવાથી અષ્ટાપદ પર્વત પર ગયા છે. બીજે નથી ગયા. પાછું જે અષ્ટાપદ તીર્થ મોક્ષ માટે આવ્યા હતા તે અષ્ટાપદ તીર્થની યાત્રા કરીને નીચે ઊતરતાં ગૌતમસ્વામીને જોયા કે તરત એમનું શરણું સ્વીકારી લીધું. હવે જાત્રા પણ નથી કરવી. આ ગુરુ જ મોક્ષે લઇ જશે આ જે બુદ્ધિ થઈ તે તેમની માર્ગાનુસારિતા જ છે.” સભાઃ “તો પછી આમનામાં મિથ્યાત્વ શું?” ગુરુજી: "1500 તાપસી સંન્યાસી છે અને પારણે સૂકી લીલ-ફૂગ વાપરે છે. જ્યાંથી સૂકી લીલ-ફૂગ લે છે ત્યાં સૂક્ષ્મ અદત્તાદાનનું પાપ લાગે. સ્વામીની રજા વગર લઈ લે છે. કારણ કે સૂક્ષ્મ અદત્તાદાનની એમને ખબર ન પડે.” સભાઃ “માલિકની રજા ના લે?” ગુરુજી: “જેમ કે મકાન ઇત્યાદિમાં ઊતરવું હોય તો રજા લેતાં પણ હોય પણ નાની-નાની બાબતમાં સૂક્ષ્મ અદત્તાદાનને સમજી શકે નહીં. માટે ત્યાં સુધી મિથ્યાત્વ લાગે. સરૂદષ્ટિને 1OO% ગુણ-દોષનો વિવેક હોય. સમ્યગદષ્ટિને દોષમાં દુઃખનું સંવેદના અને ગુણમાં સુખનું સંવેદનથાય. માર્ગાનુસારીપણું કદાગ્રહત્યાગથી આવશે અને કદાગ્રહત્યાગ સ્વદોષદર્શનથી થશે.” સભાઃ “માર્ગભૂલેલા જીવનપથિકને માર્ગ ચીંધવા ઊભો રહું.” પ્રાર્થના : 1 100 પડાવ : 5