________________ ગુરુજી: “ત્યારે સોનાનો સૂરજ ઊગ્યો સમજજો . ભવનિર્વેદવાળા, માર્ગાનુસારી જીવના આત્મા ઉપર પણ ઘણાં કર્મો લાગેલા છે. અનંતકાળથી ભવભ્રમણ કરતા આપણા આત્માએ કર્મો બાંધવામાં પાછું વળીને જોયું નથી. સભાઃ “નાના બાળકને પણ પાપ બંધાય?” ગુરુજી: “થોડા વખત પૂર્વે એક બહેન ગર્ભવતી હતી. એ ખુરશી પર બેસવા જતાં હતાં ત્યાં 4-5 વર્ષના એક છોકરાએ ખુરશી મસ્તીના મૂડમાં હટાવી લીધી. બહેન પડી ગયાં અને મિસકેરેજ થયું. પંચેન્દ્રિય જીવ મરી ગયો. એ જીવને મારવાનું પાપ કોને લાગે? આ રીતે અનંતકાળથી આપણા આત્મા ઉપર પાપ-કર્મો લાગેલાં છે અને એ પાપ-કર્મોના કારણે આત્માના ગુણો ઉપર આવરણ છે. આત્મગુણોનાં આવરણ બે પ્રકારનાં છે. તમે ઓફિસથી ઘરે આવી રહ્યા છો. ટ્રાફિકમાં તમારી ગાડી ફસાઈ ગઈ. ન તમે આગળ જઈ શકો, ન તમે પાછળ જઈ શકો. આની જગ્યાએ તમે કબૂતર હોત તો ઊડીને જઈ શકત પરંતુ તમારી ઊડવાની શક્તિ કુંઠિત થઈ ગઈ છે. તમે તમારી શ્રાવિકાને ઘરે ફોન કરી મેસેજ મોકલાવો છો કે આજે હું લેટ થઈશ. પણ મોબાઇલમાં સંભળાય છે શું કે “ઈસ રૂટ કી સભી લાઈને વ્યસ્ત હૈ, કૃપયા થોડી દેર બાદ ફોન કરે. “પહેલાં રોડ ટ્રાફિક હતો પરંતુ હવે તો નેટવર્કનો પણ ટ્રાફિક આવી ગયો છે. આની જગ્યાએ હાથી પગ પછાડીને મેસેજ મોકલાવે ત્યાં બીજા હાથીને મેસેજ મળી જાય. પગ પછાડવા દ્વારા જમીનમાં કંપન પેદા થાય અને એ કંપન દ્વારા બીજો હાથી સમજી જાય કે હાથી શું મેસેજ મોકલવા માગે છે. જયારે તમે પગ પછાડો તો ઘરમાં તમારી શ્રાવિકા કશું નહીં સમજે. અને પગ પછાડવાથી પગદુ:ખશે. પ્રાર્થના : 1 101 પડાવ : 5