________________ દા.ત. તેણે એક ભાગ સ્થલચર બિલાડીને ખવડાવ્યો. બિલાડી સંસારી જીવ છે. બિલાડી ખાઈને ઉંદર મારે અથવા અન્ય કોઈ અવિરતિજન્ય પ્રવૃત્તિ કરે તો એ પ્રવૃત્તિનું પાપ તામલી તાપસીને લાગે. કારણ કે, પોતે સંન્યાસી થઈને અવિરતિધરનું પોષણ કરે છે. પરંતુ અવિરતિધરનું પોષણ થાય છે એ તેને નહીં સમજાય. આની જગ્યાએ 12 વ્રતધારી ભરત મહારાજાના જીવનમાં અબજો, અબજો આરંભ સમારંભ છે. અવિરતિજન્ય ઘણી પ્રવૃત્તિઓ હોવા છતાં તે સમજે છે કે મને કઈ કઈ રીતે પાપ લાગે છે. તામલી તાપસના જીવનમાં કોઈ વસ્તુ તમને ખરાબ-ખોટી નહીં દેખાય. કોઈ એના અવર્ણવાદ કરશે, નિંદા કરશે તો પણ એ જીવ ઉપર દુર્ભાવ નહીં કરે. નેગેટિવ એપ્રોચ નહીં રાખે. છતાં તેનામાં સમ્યગદર્શન નહીં હોવાથી સૂક્ષ્મ ગુણ-દોષની એને ખબર નહીં પડે. માટે માર્ગાનુસારીને અહીંસદંધન્યાયથી ઓળખાવ્યો છે. સદધન્યાય એટલે શું? સબંધ હોવાથી હિત તરફ ગતિ થાય એવા જ ભાવતૂર. શાસ્ત્રમાં 1500 તાપસોની વાત આવે છે. એમને ભવ-નિર્વેદ એટલે સંસાર 100% અસાર લાગે છે. પોતે અન્ય ધર્મના તાપસો છે પણ એમનામાં માગનુસારિતા એવી છે કે એમને માર્ગને અનુરૂપ જ ક્ષયોપશમ થાય છે. અષ્ટાપદ તીર્થ જૈનોનું હોવા છતાં એમણે ક્યાંકથી સાંભળ્યું હશે કે અષ્ટાપદ પર્વત પર જે સ્વલિબ્ધિથી જાય એનો એ જ ભવમાં મોક્ષ થાય. મોક્ષની અભિલાષા છે પણ એના માટે આડા-અવળા રસ્તે ન જતાં એમને સીધો રસ્તો જ સૂઝે છે. એમના જીવનમાં એક આસક્તિ ન દેખાય. આપણે સંવત્સરીનો એક ઉપવાસ કર્યો હોય અને સાકરનું પાણી ગળામાં જાય તો ટાઢક લાગે ! | પ્રાર્થના : 1 99 usid : 4