________________ સુંદર વાત કરી. પરંતુ દીક્ષા લીધા પછી પાલન કરવાની શક્તિ છે? કામદેવને જીતવો મુશ્કેલ છે. પ્રવ્રજ્યાના પરિણામ કાયમ ટકાવી રાખવા દુષ્કર છે. પરિષદો સહન કરવા તે સહેલી વાત નથી. અહીં અભયકુમાર મેઘકુમારને દીક્ષાની ના નથી પાડતા પરંતુ દીક્ષા કેટલી અઘરી છે એમ સમજાવે છે. એમ તમારા વડીલો તમારા વૈરાગ્યની ચકાસણી નથી કરતા ને ? ચકાસણી કરવા માટે તમને દીક્ષાનાં કષ્ટોનું વર્ણન કરતાં હોય તો કંઈ ખોટું નથી.” સભાઃ “શ્રેણિક મહારાજા પણ અભયકુમારના વૈરાગ્યની ચકાસણી કરવા માટે ના પાડતા હતા?” ગુરુજીઃ “ના, અહીં શ્રેણિક મહારાજા પુત્ર ઉપરના રાગના કારણે અભયકુમારને દીક્ષા માટે ના પાડતા હતા. પરંતુ શ્રેણિક મહારાજા ત્યારે પણ દીક્ષા લેવા જેવી છે એમ માનતા હતા.” સભાઃ “હલકા ધર્મને ઊંચો માને એનામાં માર્ગાનુસારિતા હોય?” ગુરુજી: “ના, હલકા ધર્મને ઊંચો માને કે ઊંચા ધર્મને હલકો ધર્મ માને એનામાં માર્ગાનુસારીપણું નથી. સૌ પ્રથમ તો મોટા ભાગના લોકો સારું કામ કરવા તૈયાર નથી. અને જે સારાં કામ કરવા તૈયાર થાય એમને સારાં કામનો ખ્યાલ સ્પષ્ટ નથી કે ક્યો ધર્મ ક્યારે થાય? કેટલો થાય?ક્યાં થાય?આ કશી ખબર હોતી નથી.” સભાઃ “અનુકંપા ધર્મ ક્યારે થાય? કેટલો થાય?ક્યાં થાય?” ગુરુજી: “અનુકંપા ધર્મ ત્રણ કારણે થાય. ૧)સ્વદયા માટેઃ દીન-દુઃખી તમારી પાસે હાથ લાંબો કરી રહ્યો છે. શક્તિ હોવા છતાં તમે ગરીબને દાન ન કરો તો તમારામાં નિષ્ફરતા આવી જાય. માટે દાન કરવું જોઈએ. પ્રાર્થના : 1 97 પડાવ : 5