________________ મરીચિ અત્યારે 11 અંગ ભણેલા છે. નયસારના ભવમાં સમ્યગ્દર્શન પામ્યા ત્યારે એમનામાં જે માર્ગાનુસારિતા હતી તે મરીચિના ભવમાં ઉત્સુત્ર ભાષણ કરવાથી માર્ગાનુસારિતા ચાલી ગઈ. નયસારના ભવમાં સમ્યગ્ગદર્શન પામ્યા પછી સાધુ નથી થયા છતાં એમનામાંથી માર્ગાનુસારિતા ગઈ નથી. જયારે મરીચિમાં જોવા જેવું છે. 11 અંગના પાઠી, અનેક ભવ્યજીવોના પ્રતિબોધક, ઋષભદેવ ભગવાનના હાથે દીક્ષિત, અને સંસારી પૌત્ર 12 વ્રતધારી ભરત ચક્રવર્તીના પુત્ર અને છતાં માર્ગોનુસારિતા ચાલી ગઈ. અને 1 કોટાકોટિ સાગરોપમ સંસાર વધાર્યો.” સભાઃ “ધર્મ અહીં પણ છે અને ત્યાં પણ છે આટલું જ બોલ્યા, એમાં મરીચિમાં મિથ્યાત્વ આવી ગયું? માર્ગાનુસારિતા ચાલી ગઈ? અને કૃષ્ણ મહારાજાએ અમે જ જગતકર્તા છીએ, અમે જ દ્વારકા રચી હતી અને સ્વર્ગમાં જવાની ઇચ્છાથી અમે જ પાછી સંહરી લીધી છે. અમારા સિવાય બીજો કોઈ કર્તાહર્તા નથી, અમે જ સ્વર્ગલોકને આપનાર છીએ.. વગેરે વગેરે .. પોતાનો મિથ્યા પ્રલાપ જગતમાં ફેલાવડાવ્યો છતાં કૃષ્ણમહારાજામાંથી માર્ગાનુસારિતા કેમ ન ગઈ?” ગુરુજી: “કૃષ્ણ મહારાજામાં ક્ષાયિક સમ્યગુદર્શન છે. તેથી માર્ગ અને માર્ગવિરુદ્ધ તત્ત્વ-અતત્ત્વને બરાબર જાણે છે. કૃષ્ણ મહારાજાને ખબર છે, મારી નામનાનો ભાવ, મારો ઇગો મને સંતાપ આપી રહ્યો છે. હું માન કષાયના કારણે બળી રહ્યો છું. કૃષ્ણ મહારાજાનું સમ્યગ્દર્શન જીવતું છે. તેથી માર્ગ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા છતાં માર્ગભ્રષ્ટ થયા નથી.” સભાઃ “અમે દીક્ષાની વાત વડીલો આગળ કરીએ તો તેઓ દીક્ષાની કઠિનતા જણાવે છે, પાછાં વડીલો પૂજા-પ્રતિક્રમણ બધું કરે છે.” ગુરુજી: “મેઘકુમારે દીક્ષાની વાત કરી ત્યારે અભયકુમારે કહ્યું કે તમે બહુ પ્રાર્થના : 1 96 પડાવ : 5