________________ ત્રિષષ્ઠીના દશમા પર્વના પહેલા સર્ગમાં. ऋषभस्वामि निर्वाणादूर्ध्वं साधु स साधुभिः / विहरन् प्रबोध्य भव्यान् प्राहिणोत् साधु सन्निधौ / / 10- पर्व, १-सर्ग, 60 | ઋષભસ્વામીના નિર્વાણ પછી પણ સાધુઓની સાથે વિહાર કરતો મરીચિ ભવ્યજનોને બોધ કરી કરીને સાધુઓની પાસે મોકલતો હતો. ભગવાનના નિર્વાણ પછી કપિલનો ભેટો થયો. આ ૧૦મા પર્વમાં ઉલ્લેખ ષિષ્ઠીના પહેલા પર્વમાં अन्यदा स्वामिनः पादपद्मान्ते दूर भव्यकः / कुतोऽपि कपिलो नाम राजपुत्र समाययौ / पर्व-१, सर्ग-६, श्लोक-६३९ धर्मान्तर तु शुश्रुषुः, क्षिपन् दृष्टिमितस्ततः / પ્રેક્ષકૂવો મરી + સ્વામિ શિષ્ય વિસ્તક્ષમ્ | પર્વ-, 6, સ્નો-જરૂ. અન્યદા મહાત્મા ઋષભસ્વામી વિશ્વનો ઉપકાર કરવામાં વર્ષાઋતુના મેઘ સમાન દેશના આપતા હતા ત્યાં કપિલ નામે કોઈ રાજપુત્રે આવીને ધર્મ સાંભળ્યો. બીજા પ્રકારના ધર્મને સાંભળવાની ઇચ્છાવાળા એ કપિલે આમતેમ દષ્ટિ ફેરવી એટલે સ્વામીના શિષ્યોમાં વિલક્ષણ વેશવાળા મરીચિને તેણે જોયો. | દશમા પર્વમાં કપિલ ઋષભસ્વામીના નિર્વાણ પછી મળ્યો.જયારે પહેલા પર્વમાં ઋષભસ્વામીની હાજરીમાં મળ્યો. આ વિરોધાભાસ બતાવીને હું કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મ.સા.ને નીચા પાડવાની કોશિશ કરીશ કે એમની ગ્રંથરચનામાં સ્કૂલના રહી ગઈ છે. સાથે સાથે વર્તમાનના ગુરુ ભગવંતોને આ ધ્યાનમાં ન આવ્યું? ખરેખર શાસ્ત્ર ભણે છે કે ઘાસ કાપે છે? પ્રાર્થના : 1 84 પડાવ : 5