________________ કહીને બોલાવે છે. નાના દીકરાનું નામ આદિ રાખ્યું. આદિનો અર્થ થાય પ્રથમ. નાના દીકરાને કેવી રીતે આદિ કહેવાય? તમારી આવી ભૂલ થઈ હોય તો સ્વીકારી લેવાની. માર્ગાનસારીપણું લાવવું હશે તો તમારે નક્કીપણું છોડવું પડશે. કારણ કે, જક્કીપણા પાછળ કોઈ ને કોઈ કષાય કામ કરતો જ હશે. તમારી ભૂલ નથી છતાં લોકો હસે છે? ભલે હસતાં. માર્ગાનુસારી બનવું હશે તો સ્વભાવમાંથી જક્કીપણું છોડવું જ પડશે. તમે ધર્મમાં આવ્યા. તમારી સામે ઘણી વાતો આવશે. જે વાતમાં સમજ ન પડે તેમાં તટસ્થ રહેવું. અમુક જક્કી લોકો ગુરુને એવા એકાંતે પકડશે કે એમના સિવાયના બીજા બધા ગુરુઓ અક્કલ વગરના.” સભાઃ “ઉદાહરણથી સમજાવો ને?” ગુરુજી: “દીક્ષા લીધેલા સાધુઓએ સ્વજનધૂનન કરવાનું છે. મેં મારા શિષ્યાદિને થોડાં વર્ષો સ્વજનો સાથે વાત નહીં કરવાની બાધા આપી હોય ત્યારે મારા જક્કી ભક્તો આ વાતને એકાંતે પકડશે અને બીજા સાધુઓની નિંદા કરશે. નૂતન દીક્ષિત સગા મા-બાપ સાથે વાત કરતાં નથી. ખૂબ સરસ. પણ કોઈ અન્ય મ.સા. પાસે કોઈએ દીક્ષા લીધી અને ત્યાં નૂતન દીક્ષિત બીજા જ દિવસે પોતાનાં સ્વજનોની સાથે વાત કરતાં જોશે એટલે તરત જ કાગારોળ મચાવશે કે “અપને યહાં ઐસા નહીં હૈ.' ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ સભાઃ “નૂતન દીક્ષિતે મા-બાપ સાથે વાત કરાય કે નહીં? પદાર્થ શું છે?” ગુરુજીઃ “સ્વજનધૂનન કરવાનું હોવાથી નૂતન દીક્ષિત સ્વજનો સાથે વાત ન કરે તો સારું. પણ નૂતન દીક્ષિતના ગુરુને ઉચિત લાગે ને વાત કરવા દે તો એમાં કોઈ કાગારોળ મચાવવાની જરૂર નથી. કોઈ નૂતન દીક્ષિતે બે-પાંચ વર્ષ વાત ન કરી તો કાંઈ ધન્ના અણગાર બની જતા નથી. અને કોઈ નૂતન | પ્રાર્થના : 1 89 પડાવ : 5