________________ “મેં એમ.બી.બી.એસ. કર્યું હતું માટુંગા રૂઈયા કોલેજમાંથી. હું અને માધુરી દીક્ષિત ક્લાસમેટ હતા.” જક્કી વલણવાળા ભક્ત આ વાત સાંભળી. તરત જ એની ટેપરેકોર્ડર ચાલુ થઈ જશે કે જે આપણા મ.સા. ચુસ્ત છે. આ મ.સા. શિથિલ છે, આપણા મ.સા. સાચા છે. આ મ.સા. બરાબર નથી. હકીકતમાં મેં ઉત્સર્ગ માર્ગે કહ્યું હતું કે અમારાથી સંસારી જીવનની વાત ન થાય. અને બીજા મ.સા.એ સામેવાળાના જીવનનું હિત થાય એમ હશે તો અપવાદે જવાબ આપ્યો હશે કે હું એમ.બી.બી.એસ. હતો. એમ.બી.બી.એસ. ભણીને પણ દીક્ષા જ લેવી પડી. તું સમજી જા વગેરે.. જ્યાં ઉત્સર્ગથી ફાયદો હોય ત્યાં ઉત્સર્ગ માર્ગે ચાલવું જોઈએ. અને જ્યાં અપવાદ માર્ગે ફાયદો હોય ત્યાં અપવાદ માર્ગે ચાલવું જોઈએ. ઉત્સર્ગ-અપવાદ બંને માર્ગ છે. તમારા મનમાંથી કાઢી નાખો કે અપવાદ શિથિલતા. એટલું ધ્યાન જરૂર રાખવું કે જયાં ઉત્સર્ગ માર્ગે ચાલવા જેવું હોય ત્યાં ખોટેખોટા અપવાદ માર્ગનો સહારો લઈએ તો હાડકાં ભાંગી જાય. ઉત્સર્ગથી સાધુ ગોચરી જાય ત્યારે ઉપદેશ આપવા ન બેસે. પણ કોઈ યુવાને સવાલ પૂછ્યો કે સાહેબજી ! ઓ.એમ.જી.ની બધી વાતો સાચી છે? આ યુવાન ઉપાશ્રયમાં પગ મૂકતો નથી. વળી સાધુ-ભગવંતનો પરિચય પણ નથી. માટે જીવ યોગ્ય લાગે અને સાધુએ અપવાદે 5-10 મિનિટ સમજાવ્યું હોય કે લોકો ધર્મથી લૂંટાયા નથી, વ્યસનોથી લૂંટાય છે, હેરાન થાય છે. વ્યસનો બંધ થાય એના માટે ગવર્નમેન્ટમાં હલચલ મચાવો વગેરે વગેરે સમજાવ્યું. પ્રાર્થના : 1 91 પડાવ : 5 I , s Re