________________ દીક્ષિતે વાત કરી તો મોટું પાપ કરી નાખ્યું છે એવું પણ નથી. ગુરુને ઉચિત લાગે તો પહેલા જ દિવસે વ્યાખ્યાન પણ કરાવે.” સભાઃ “એવું ક્યારેય થયું છે?” ગુરુજી: “ગણધર ભગવંતોને તીર્થંકર પ્રભુ દીક્ષાના પ્રથમ દિવસે જ વ્યાખ્યાન કરાવે છે.” સભાઃ “વર્તમાન કાળમાં આવું થયું છે ખરું?” ગુરુજી: “તપસ્વીસમ્રાટ રાજતિલક સૂરીશ્વરજી મ.સા.એ નૂતન મુનિવર મુક્તિવલ્લભ વિ. (હાલ આ. મુક્તિવલ્લભસૂરીશ્વરજી મ.સા.ને દીક્ષાના પ્રથમ દિવસે જ વ્યાખ્યાન કરાવ્યું હતું. | મૂળ વાત, જક્કી વલણવાળા એકાંતને જ પકડશે. મેંદીક્ષા લઈને વર્ષો સુધી વાર્ષિક જ કાપ કાઢ્યો છે તો મારા ભક્તો જક્કી વલણવાળા હશે તો કહેશે કે સાધુએ કાપ શેના કાઢવાના હોય? સાધુએ થોડું ટીવીની એડમાં કામ કરવાનું છે? કોઈ સાધુ કાપ ન કાઢે તો સારી વાત છે. પણ એનો મતલબ એમ નથી કે કોઈ સાધુ જેને શારીરિક કોઈ તકલીફ છે અથવા મનની મક્કમતા નથી. અને કાપ કાઢ્યો તો એ સાધુ ન કહેવાય. જક્કી વલણવાળા ધર્મમાં જે પણ પકડશે, તે એવી જડતાથી પકડશે કે બીજાને લબડધક્કે લેતાં જાય. મને કોઈએ પૂછ્યું કે સાહેબ આપ વ્યવહારિક કેટલું ભણેલા છો? કઈ કોલેજમાં ભણેલા છો? સંસારીપણે ક્યાં રહેતા હતા? વગેરે સવાલો પૂછયાં. મેં પેલા ભાઈને કહ્યું કે અમારાથી સાંસારિક વાતોના જવાબ ન અપાય. જક્કી વલણવાળા ભાઈ ત્યારે મારી બાજુમાં જ બેઠા હતા. એક વાર તે અન્ય કોઈ બીજા મ.સા.ને વંદન કરવા ગયો છે ત્યાં કોઈ ભાઈએ મહારાજસાહેબને આવા જ સવાલો પૂછયા. મ.સા.એ જવાબ આપ્યો, પ્રાર્થના 1 90 પડાવ : 5