________________ આવી જિદ ઉચિત કહેવાય કે અનુચિત? અને મ.સા. પણ એમ કહે કે આ અનુચિત જિદ છે, તો મ.સા. નવા છે તેમને પણ ખબર નથી પડતી એમ બોલી નાખે. સ્વદોષનો પક્ષપાત હશે તેનામાં જક્કીપણું આવશે. તેથી તેનામાં માર્ગાનુસારીપણું નહીં આવે. શાસ્ત્રીય ઉદાહરણ જોઈએ: રાજગૃહી નગરીમાં વિશ્વનંદી રાજાને વિશાખાનંદી નામનો પુત્ર તથા વિશ્વભૂતિ નામનો ભત્રીજો હતો. યુવાન વિશ્વભૂતિ એકવાર અંતઃપુરસહિત નંદનવનના પુષ્પકરંડક નામના ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયો. તે ક્રીડા કરતો હતો તેવામાં વિશાખાનંદી ત્યાં ક્રીડા કરવાની ઇચ્છાથી આવ્યો. પણ વિશ્વભૂતિ અંતઃપુર સાથે ત્યાં હોવાથી પ્રોટોકોલ પ્રમાણે વિશાખાનંદી અંદર જઈ ન શક્યો. પોતાના દીકરા વિશાખાનંદીને ઉદ્યાનમાં જવા ન મળ્યું આ સમાચાર દાસીઓ પાસેથી સાંભળીને પ્રિયંગુરાણી રિસાઈને કોપભુવનમાં જઈને બેઠી. રાજાએ રાણીની ઇચ્છા પૂર્ણ કરવા માટે યાત્રાભેરી વગડાવી અને કપટવડે સભામાં કહ્યું કે આપણો પુરુષસિંહનામનો સામંત ઉદ્ધત થઈ ગયો છે, માટે તેનો વિજય કરવા હું જઈશ. આ વાત સાંભળીને સરળ સ્વભાવી વિશ્વભૂતિ ઉપવનમાંથી રાજસભામાં આવ્યો અને ભક્તિથી રાજાને પાછા વાળી પોતે લશ્કર સાથે પ્રયાણ કર્યું. તે પુરુષસિંહ સામંત પાસે ગયો. ત્યાં સામંતને સમર્પિત જોઈ પાછો આવ્યો. માર્ગમાં પુષ્પકરંડક વન પાસે આવ્યો. ત્યાં દ્વારપાળે જણાવ્યું કે અંદર વિશાખાનંદી કુમાર છે. આ સાંભળીને તે ચિંતવવા લાગ્યો કે મને કપટ વડે પુષ્પકરંડક વનમાંથી કાઢવામાં આવ્યો છે. ગુસ્સે થયેલા વિશ્વભૂતિએ ત્યાં મુષ્ટિ વડે કાંઠાના વૃક્ષ પર પ્રહાર કર્યો. જેથી તેનાં સર્વ ફળો તૂટી પડવાથી પૃથ્વી ફળોથી આચ્છાદિત થઈ પ્રાર્થના 1 પડાવ : 5 86