________________ પુણ્યાત્મા ન કરી શક્યા, હવે જ્યારે જ્યારે પણ વાત નીકળે કે સંઘમાં સિદ્ધિતપ સારાં થયાં, ત્યારે ત્યારે એ પુણ્યાત્માને થશે કે હું ન કરી શક્યો, આવો અફસોસ થશે, એનાથી પુણ્ય બંધાશે કે પાપ?” સભાઃ “પુણ્ય.” ગુરુજીઃ “ધર્મ ન કરી શક્યાના અફસોસથી પુણ્ય બંધાય. અને સોનાની વાટકી ખોવાઈ ગઈ, હવે ચાંદીની વાટકીથી પૂજા કરવી પડે છે આ અફ્સોસથી પણ પુણ્ય બંધાય. પણ એની જગ્યાએ આર્તધ્યાન કરો કે મારી 30 હજારની વાટકી ખોવાઈ ગઈ તો પાપ બંધાય. માર્ગાનુસારી નહીં હોય તો ગુરુની, સહવર્તીની, આરાધક બધાની હાલત ખરાબ થશે. આપણામાં માર્ગોનુસારિપણું આવતું નથી. કારણ કે આપણામાં સ્વદોષનો ભયંકર કોટિનો કદાગ્રહ છે. કોઈ જવાબદાર વ્યક્તિ યોગ્ય રીતે આપણા દોષો બતાવે તો પણ સાંભળવા માટે આપણે જરાય તૈયાર નથી. બધા મિત્રો ભેગા થયા છો. તમે વાત ચાલુ કરી કે મારું ડ્રાઇવિંગ એવું ફાસ્ટ છે કે કલાકનું અંતર 15 મિનિટમાં પૂરું થઈ જાય. હું ભાયખલાથી થાણા 10 મિનિટ અને 25 સેકંડમાં પહોંચી શકું ! તમારાથી આટલું ફાસ્ટ ડ્રાઇવિંગ થઈ શકે? આ સવાલ કોઈએ પૂછ્યો, તરત તમે બોલ્યા કે આટલા વર્ષોથી ઘાસ થોડું કાપ્યું છે? ભરવાડોને ગાડી આવડી જાય તો આપણને ન આવડે? ઓફિસમાં મારો સ્ટાફ એકદમ ડિસિપ્લિનમાં જ રહે. સ્ટાફે પેપરવર્કનું કામ બરાબર ન કર્યું હોય, તો પેપર સીધું મોઢા પર મારી દઉં. જેમતેમ નહીં ચાલે. સમાજમાં કોઈનાં લગ્ન હોય તો કપડાંની ખરીદી કરવા મને જ બોલાવે. શેરવાનીના કલર, ડિઝાઇન વગેરેની મને ખબર પડે એવી કોઈને પ્રાર્થના : 1 84 પડાવ : 5