________________ ધંધે લગાડો, પરણાવો. કેટલી ઉપાધિ! પૈસા તો બધા અનર્થોનું મૂળ છે, પૈસા વધે તો અભિમાન આવે, ભય વધે, ઇર્ષા વધે. દીકરો, પૈસો વગેરે કરતાં તો ધર્મ કરવો બહુ સારો છે. અન્ય ધર્મમાં પણ જે રાગ-દ્વેષ ન કરવાની વાતો હશે, વિકાર વાસનાને તોડે એવી વાતો હશે, એ માર્ગાનુસારી જીવને ગમશે, જ્યારે માર્ગાનુસારી ક્ષયોપશમ નહીં હોય તો સાચા ધર્મમાંથી પણ ઊલટું જ પકડશે. દેરાસરમાં આવશે તો નિર્વિકારી તીર્થકરમાં એનું મન નહીં ચોટે. એના મગજમાં જે વિધિ વગેરે બેસી ગયું હશે, તેમાં જ માથું માર્યા કરશે. એના મગજમાં જે વિધિ વિધાન સેટ થઈ ગઈ હશે એ વિધિ કે વિધાન બીજામાં નહીં દેખાય તો શિંગડાં ભરાવશે.” સભાઃ “માર્ગાનુસારીએ શું કરવાનું?” ગુરુજી: “આખા સંઘનો હું નાયક નથી, સંઘમાં થતી અવિધિઓ સુધારવાનો મારો અધિકાર નથી. તો વગર અધિકાર માથું નહીં મારે. ક્યાંય અવિધિ વગેરે ચાલુ હશે તો જવાબદાર વ્યક્તિને ધ્યાન દોરશે, પણ માથાફોડ નહીં કરે.” માર્ગાનુસારિતાના અભાવનું ઉદાહરણ સભાઃ “માર્ગાનુસારિતાનો અભાવ હોય એવા જીવની માથા મારવાની પ્રવૃત્તિનું ઉદાહરણ આપો ને?” ગુરુજી: “સમજો, કોઈ સોનાની વાટકી લઈને પૂજા કરવા આવ્યું અને વાટકીને ભંડાર ઉપર મૂકીને હાથ ધોવા ગયું, તો એનો જીવ એમાં જ રહેશે કે સોનાની વાટકી આમ મૂકીને જવાય?કદાચ સોનાની વાટકી ખોવાઈ ગઈ, તો કહેશે કે અમે તો કહેતા જ હતા, કે જમાનો ખૂબ ખરાબ છે. લોકો ધર્મસ્થાનમાં ચોરી કરતાં પણ અચકાતાં નથી.” સભાઃ “સી.સી.ટી.વી. કેમેરા હોયછેને?” પ્રાર્થના : 1 ૮ર પડાવ : 5