________________ ઇન્દ્રમહારાજાની સીટ સૌથી આગળ રિઝર્વ હોય કદાચ ઇન્દ્રમહારાજા ન આવ્યા હોય તો જગ્યા ખાલી રહે, પણ ત્યાં બીજા ન બેસે. માર્ગાનુસારી ક્ષયોપશમ નહીં હોય, તો દિમાગ ફાટે, “બધે પૈસા અને સત્તાની જ બોલબાલા છે.”ખરેખર, ધર્મમાં પણ બેહદ પક્ષપાત! સમવસરણની વ્યવસ્થા પાછળનાં કારણો ન સમજે અને ઉલ્કાપાત કર્યા કરે.સમજો કે મારા ચોમાસામાં કોઈ શ્રાવકે દર શનિવાર-રવિવાર કોઈ ને કોઈ અનુષ્ઠાન રાખ્યાં. હું તો ફક્ત નિશ્રા આપું છું, દ્રવ્યસ્તવ શ્રાવક માટે ધર્મ છે. અને શ્રાવકે કરાવ્યો છે. પોતાના પૈસા છે. એ સારા માર્ગે વાપરી રહ્યો છે. પરંતુ માર્ગાનુસારી ક્ષયોપશમ નહીં હોય તો વિચારવાનું બોલવાનું ચાલુ થશેઃ “આખું ચોમાસું અનુષ્ઠાન અને જમણવાર ચાલ્યા. ખાઓ, ખાઓ અને ખાઓ-અમે તો આ વખતે આખું ચોમાસું ખાધું જ છે.” ખરેખર તો જેણે સાધર્મિક ભક્તિ કરી અને તમને જમાડ્યા એ શ્રાવક માટે ધર્મ હતો. તારે ન વાપરવું હોય તો તું નહીં આવે, પણ નિંદા શા માટે કરે છે? પાછો પડલામાં પહેલાંની જેમ બધા જ જમણવારમાં પહેલો હોય, છતાં બકબક ચાલ્યા જ કરે. માર્ગાનુસારી ક્ષયોપશમ હશે તે ખોટા ધર્મમાં પણ જેટલું સારું હશે તેટલું પકડશે. જ્યારે માનુસારી ક્ષયોપશમ નહીં હોય તે સાચા ધર્મમાંથી પણ ખોટું પકડશે. સભાઃ “ઉદાહરણથી સમજાવો ને!” ગુરુજી: અન્ય ધર્મોમાં વિધાન મળે કે અમુક યજ્ઞ કરો તો પૈસા મળશે, અમુક યજ્ઞ કરો તો પુત્ર મળે, અમુક યજ્ઞ કરો તો શરીર સારું મળે. જયારે અન્ય ધર્મમાં રહેલો માર્ગાનુસારી જીવ વિચારશે. દીકરો થયો તો કોણ સુખી થયું છે? દીકરો થાય એટલે ઉપાધિ વધે છે, એને ભણાવો, ગણાવો, પ્રાર્થના : 1 81 પડાવ : 5