________________ ગુરુજી: “જો તમે એને કીધું કે સી.સી.ટી.વી. કેમેરા છે, તો તરત સામે જવાબ આપશે કે મોટી મોટી દુકાનોમાં કેટલાય સી.સી.ટી.વી. કેમેરા હોય છે, છતાંય ચોરીઓ નથી થતી? સોનાની વાટકીના બદલે ચાંદીની વાટકીથી પૂજા કરત તો તમને શું ફરક પડત? ચાંદીની વાટકીને સોનાનું પોલીશ કરાવી લેવું જોઈએ. જ્યારે અહીંયા જેની સોનાની વાટકી ખોવાઈ છે, એ અબજોપતિ વ્યક્તિ છે. એને એકાદવાટકી ખોવાઈતો કશો ફરક પડતો નથી. મને કહો શું સોનાના દાગીના ખોવાતાં જ નથી? જેટલા દિવસ ઉત્તમદ્રવ્યથી ભગવાનની પૂજા કરી એ લાભો મળ્યો ને?” સભાઃ “મનમાં થયા કરશે કે સોનાની વાટકી ખોવાઈ ગઈ.” ગુરુજીઃ “સોનાની વાટકી ખોવાઈ ગઈ એ યાદ આવશે ત્યારે પુણ્ય જ બંધાશે.” સભાઃ “અફસોસ થાય તો પુણ્ય થોડું બંધાય?” ગુરુજી: “અહીં અફસોસ શું થાય છે? હવે મારે ચાંદીની વાટકીથી પૂજા કરવી પડે છે, અર્થાત્ સોનાની વાટકીથી થતી પૂજા યાનિ ધર્મ ન થયાનો અફસોસ છે. ધર્મન થયાનો અફસોસ હોય તો પુણ્ય બંધાય કે પાપ?” સભાઃ “પુણ્ય.” ગુરુજી: “જયારે એણે સોનાની વાટકીથી પૂજા કરી ત્યારે શું બંધાતું હતું?” સભાઃ “પુણ્ય.” ગુરુજી: “વાટકી હતી ત્યારે પુણ્ય બંધાયું, વાટકી ખોવાઈ ત્યારે પણ પુણ્ય બંધાયું. હવે સોનાની વાટકી કેમ લાવ્યા હતા વગેરે ઉપદેશ આપવાની જરૂર શું?” સભાઃ “વાટકી ખોવાઇ ત્યારે દુઃખ થયું ને?” ગુરુજી: “સમજો, સંઘમાં કોઈએ સામૂહિક સિદ્ધિતપ કરાવ્યાં. એક પ્રાર્થના : 1 પડાવ : 5