________________ જીવ અચરમાવર્તમાં હોય ત્યાં સુધી લિમિટ બહાર સંસાર વધી રહ્યો છે. ચરમાવર્તામાં આવે એટલે લિમિટમાં આવી ગયા. તાત્વિક વૈરાગ્ય જેના જીવનમાં હોય તો તેનો મોક્ષ અવશ્ય થશે, જ્યારે સંસાર કપાવાની ગેરંટી માર્ગાનુસારિતાથી આવે છે. અર્થાત્ મોક્ષની ગેરંટી ભવનિબૅઓથી આવે છે. તમને સંસાર અસાર લાગી ગયો, તો ડેફિનેટલી તમારો મોક્ષ થશે. પણ તમારો મોક્ષ ક્યારે થશે?કેટલો જલદી થશે? એની ગેરંટી માર્ગાનુસારિતા આપે છે. ભવ-નિર્વેદથી સંસારનો કિનારો દેખાઈ ગયો. પણ કિનારો દેખાવા છતાં ઊલટી દિશામાં જશો તો ભવ વધ્યા કરે. કિનારા તરફની ગતિએ માર્ગાનુસારિતા છે. માર્ગાનુસારીપણાની આવશ્યકતા માર્ગાનુસારીપણાનો ગુણ અત્યંત આવશ્યક છે. સાધના માર્ગમાં જો આ ગુણ પ્રાપ્ત ન કરી શકીએ તો ફંટાયા જ કરશું. માટે પ્રથમ તો દિશા બદલવી પડશે. ભવનિર્વેદ= સંસાર ખરાબ લાગે, એટલે વૈરાગ્ય આવે. એટલે આજ સુધી આપણું મોટું સંસાર માર્ગ તરફ હતું એ ચેન્જ થયું, પણ હજુ મોક્ષમાર્ગનથી આવ્યો. ફક્ત આપણું મોટું ફર્યું છે, પણ હજુ ચાલવાનું બાકી છે, તેથી ગણધર ભગવંત ભગવાનને પ્રાર્થના કરે છે કે મને બુદ્ધિ એવી થાવ કે મારું ચાલવાનું પણ સાચું થાય.અનાદિકાળની આપણી ઊંધી ચાલને બદલવાની છે. અનાદિકાળથી ઊંધી ચાલના સંસ્કાર આપણા આત્મામાં અડ્ડો જમાવીને બેઠા હોવાથી, આપણું માથું ઊંધું છે, તેથી જ બધી ઉપાધિ છે. સંસાર અસાર લાગી ગયો તેથી ધર્મમાં આવ્યા, પરંતુ માર્ગાનુસારીપણું નહીં હોય તો ધર્મમાં પણ ઊલટું જ પકડાશે. સમવસરણમાં કોને ક્યાં બેસવાનું એની આખી વ્યવસ્થા હોય છે. પ્રાર્થના 1 પડાવ : 5 8O