________________ પડાવ : 5 જળ ભરી સંપુટ પત્રમાં,યુગલીક નર પૂંજત ઋષભ ચરણ અંગુઠડે, દાયક ભવજલ અંતઃ ભગવાનનાં સ્વરૂપનો બોધ ભવનો અંત લાવવા માટે આપણે ભેગા થયા છીએ. દુનિયામાં પરમાત્માની ઉપાસના કરનારા, ભગવાનમાં વિશ્વાસ રાખનારા ઘણા લોકો છે. ફોર્ડ એક મોટર કંપનીના માલિક છે. એને એકવાર રોગ થયો. ઘણા ઇલાજો કર્યા પણ કાંઈ ફરક ન પડ્યો. ડૉક્ટરોએ એને અનક્યોરેબલ જાહેર કર્યો. ફોર્ડને ભગવાન પર વિશ્વાસ એટલે ભગવાન પાસે ગયો. ભગવાન સાથે વાત કરી કે હે ભગવાન! મારી કંપનીની ગાડી બગડી જાય તો એને રિપેર કરી આપવાની મારી જવાબદારી છે. મારું શરીર તેં બનાવ્યું છે. તારી કંપનીનો માલબગડી ગયો છે તો હવે એને રિપેર કરવાની જવાબદારી પણ તારી. ફોર્ડને ભગવાન પર અતૂટ વિશ્વાસ છે. ગણધર ભગવંતોને પણ ભગવાનમાં અતૂટ વિશ્વાસ છે. પણ ફરક માત્ર એટલો કે ફોર્ડને ભગવાનના સ્વરૂપનો બોધ નથી. ભગવાનને જગત્કર્તા તરીકે ઓળખે છે. જયારે ગણધર ભગવંતોને ભગવાનના સ્વરૂપનો બોધ છે તથા સુખદુઃખની પૂર્ણ સમજ છે. તેથી ગણધર ભગવંત આ સંસારનો અંત લાવવા ભગવાન! મને વિનયી બનાવજે! ભગવાન! મારામાં ક્ષમા લાવજે! આવી કોઈ માગણી ન કરતાં એમણે પહેલી માગણી કરી ભવનિબેઓની. ભગવાન તારા પ્રભાવથી મને સંસાર અસાર લાગો, આ જગત સારભૂત છે એવી મારી બુદ્ધિ નાશ પામો, બીજી માગણી કરી જે મોક્ષનો માર્ગ છે એમાં મારું ગમન થાઓ. મને એ જ માર્ગ સાચો લાગે. હું ક્યાંય ભટકાઈ ન જાઉં. પ્રાર્થના : 1 79 પડાવઃ 5