________________ મ.સા. પધાર્યા જેમણે વર્ષો પૂર્વે દીક્ષા લીધેલી છે. અહંદત્ત એમની પણ મજાક-મશ્કરી કરે છે કે સાહેબજી, આપ નાચો ને! કાકા મ.સા. ૭ર કળા ભણેલા છે. એમણે કહ્યું કે હું નાચું પણ સંગીત કોણ વગાડશે? બીજું, સંગીતમાં તાલ તૂટે તો મારો પિત્તો જાય. રાજકુમારે સંગીત આપ્યું. મ.સા. નાચ્યા અને નૃત્યમાં એવાં સ્ટેપ્સ લીધાં કે રાજકુમાર સંગીત ન આપી શક્યો. મ.સા.એ અહંદત્તને હાથમાં લીધો-એનાં હાડકાં ઉતારી નાખ્યા. રાજકુમારને અસહ્ય વેદના થાય છે. મ.સા. ઉપાશ્રય ગયા. આ બાજુ રાજાને હકીકતની ખબર પડી. રાજા ઉપાશ્રયે આવે છે ત્યારે મ.સા. કેટલું સંભળાવે છે! રાજાને ઘણો ઠપકો આપ્યો છતાં રાજા શાંતિથી સાંભળે છે. એમ અહીંયા તમારે પણ શાંતિથી ગુરુ મ.સા.નો ઠપકો સાંભળી લેવાનો કે 20 વર્ષની તમારી દીકરી આવા ઉભટ કપડાં પહેરે છે તે કેમ ચલાવી લેવાનું?” સભાઃ “અમારું અમારાં સંતાનો આગળ ચાલતું નથી.” ગુરુજી: “મને ઊઠાં ન ભણાવો. તમારા દીકરા-દીકરીઓને બગાડનાર કોણ? નાના હતાં ત્યારથી એ બાળકોને તમે ઉભટ કપડાં પહેરાવ્યાં, હવે એ કેમ માનશે?નાનપણમાં બાળક વડીલોના સંપૂર્ણ નિયંત્રણમાં હોય છે. ત્યારે તમે શા માટે ઉભટ કપડાં પહેરાવ્યાં? હજી તમારી ભૂલ સમજાતી નથી?” સભાઃ “માર્ગાનુસારી બનવામાં અમને તકલીફ શું આવે છે?” ગુરુજી: “માર્ગાનુસારી બનવું હોય તો સ્વભાવમાંથી ક્રોધ, માન, માયા, લોભ વગેરે કષાયોને દૂર કરવા પડે, કષાયો માર્ગાનુસારી બનવા દેતા નથી. તમને બટેટાં, કાંદા, અનંતકાય ખાવાનો લોભ છે. એક શરીરમાં અનંત જીવો હોવાથી અમે તેનો ત્યાગ કરવાનું કહીએ. પણ તમે તમારી પ્રાર્થના : 1