________________ તમારી જાતને હાથી સાથે સરખાવજો. હાથીને ગુરુનો યોગ, ઉપદેશ કશું નથી મળ્યું છતાં એનું લેવલ વિચારો. એના જ કારણે બીજા ભવમાં ભગવાનના ભક્ત શ્રેણિક રાજાને ત્યાં રાજકુમાર થયો અને ભગવાનનો જ શિષ્ય થયો.” સભાઃ “ઘરમાં વાંદો થાય તો ૧રવ્રતધારી શ્રાવક શું કરે?'' ગુરુજી: ઘરમાં વાંદો થાય જ નહીં એની તમારે તકેદારી રાખવી જોઈએ. છતાં વાંદો પેદા થયો તો શ્રાવકની વિચારણા એવી હોય કે આ જીવ ઘરમાં કોઈના પગમાં આવશે તો મરી જશે. વળી ઘરમાં રાખીશ તો વાંદાની સંખ્યા વધી જતાં જીવદયા પાળવાની મુશ્કેલી થશે માટે યથાયોગ્ય વ્યવસ્થા કરું આવી વિચારણા શ્રાવકના જીવનમાં હોય. તમે ઉપરોક્ત વિચારણાથી ઘરમાંથી વાંદો કાઢો છો કે આ ઘર મારું છે એમાં બીજો કેવી રીતે રહે? હાથી કેટલું કષ્ટ સહન કરવા તૈયાર છે. જ્યારે તમે મનુષ્ય થઈને પણ જરાય સહન કરવા તૈયાર નથી.” સભાઃ “આવું કેમ છે?” ગુરુજી: “માર્ગાનુસારિતાનો અભાવ છે.” સભાઃ “માર્ગાનુસારિતા લાવવા શું કરવું?” ગુરુજીઃ “માર્ગાનુસારિતા લાવવી હોય તો એક કામ કરવાનું. જે વસ્તુમાં ચાંચ ન ડૂબે ત્યાં તટસ્થ રહેવાનું. જેટલું ખબર પડે એનો સ્વીકાર કરી લેવાનો. સમજો કે દેરાસરમાં ભગવાનને પ્રક્ષાલની વિધિ છે. ગુરુ મહારાજને અક્ષતથી વધાવવાની વિધિ છે. આ વિધિ માટે ઓ.એમ.જી.વાળા બોલશે કે ભગવાનને કેમ દૂધથી પ્રક્ષાલ? ગરીબોને દૂધ પીવા મળતું નથી અને તમે ભગવાનની મૂર્તિ ઉપર દૂધ ઢોળી નાખો છો. પ્રાર્થના : 1 75 પડાવ : 4