________________ એને તરછોડાય તો નહીં જ.” સભાઃ “વાંદો બીમારી ફેલાવે છે માટે ઘરમાંથી કાઢી મૂકીએ છીએ.” ગુરુજી: “છીપકલી(ગરોળી)ની લાળમાં ઝેર હોય છે. કદાચ એ લાળવાળું તમે ખાવ તો તમારા રામ રમી જાય. વૈજ્ઞાનિકો કહે છે કે મચ્છરથીડેગ્યમેલેરિયા થાય છે. આયુર્વેદમાં મેલેરિયાનું કારણ મચ્છર નથી કહેતા એવું મારા ધ્યાનમાં છે.) પણ વાંદાથી કોઈ રોગ થતો નથી. બીજી વાત, મોટા મોટા ડાયનાસોર વગેરે ખતમ થઈ ગયા પણ વાંદો આજ સુધી ટક્યો છે. તેથી વાંદો યુનિક વસ્તુ થઈ. તમને તો યુનિક વસ્તુઓ ભેગી કરવાનો શોખ છેને? તો હવે વાંદો તમારા ઘરમાં રાખશો ને?” સભાઃ “વાંદાને ઘરમાં રાખવામાં વાંધો છે.” ગુરુજીઃ “વાંદાને ઘરમાં રાખવામાં વાંધો શું? એ બોલો.” સભાઃ “એ વાંદો છે એ જ વાંધો છે.” ગુરુજી ઘર મોટું છે પણ મારા ઘરમાં મેં જેને મારાં માન્યાં છે એ રહેતો વાંધો નથી. જેમ કે દીકરો મારો છે માટે એ રહે તો વાંધો નથી. પણ દીકરો જે દિવસે એની પત્નીનો થઈ ગયો તે દીવસે દીકરાને પણ ઘરમાંથી બહાર કાઢી મૂકીશું. ઘરમાં ૧૦જણ છીએ. ઘર ખીચોખીચ છે તો પણ એમાં જમાઈને રાખીશું! કેમ કે મારાં અને મારાં માનેલાં બધાં આ ઘરમાં રહી શકે છે. ભલે પછી બધું એડજસ્ટ કરવું પડે. પણ જે મારા નથી અથવા મારાં માનેલા નથી, એને હું આ ઘરમાં રહેવા દઈશ નહીં.” સભાઃ “હાથી આત્મા વગેરે માને છે?” ગુરુજી: “મેઘકુમારનો પૂર્વભવ હાથી. એ ભવમાં જાતિસ્મરણજ્ઞાન થયું હતું તેથી આત્મા, પુણ્ય, પાપ, પરલોક બધું સ્પષ્ટ દેખાયું માટે આત્મા વગેરેને માને છે. | પ્રાર્થનાઃ 1 પડાવ : 4 74