________________ રે અધિક...” એવા સુંદર દેરાસર ઉપર જે વસ્તુઓ શ્રાવક-શ્રાવિકાઓ ફેંકે છે તેનો એક સાધુ તરીકે ઉલ્લેખ ન કરી શકાય. મને તે બિલ્ડીંગનો વોચમેન કહે કે તમારા શ્રાવકોને તો મારવા જોઈએ. મેં પૂછ્યું કેમ? તો કહે સાહેબજી, અમે દેરાસરના ઉપરના ભાગની શુદ્ધિ કરીએ છીએ ત્યારે એવી વસ્તુઓ મળે છે કે મને બે ઝાપટ મારવાનું મન થાય એવી ગંદી વસ્તુઓ જૈનો ફેંકે છે. તમારાં આવાં અપલક્ષણો જોતાં તમે બાજુવાળાના ઘરમાં વાંદો નાંખો એમાં મને કશું આશ્ચર્ય નથી થતું. છતાં તમે ના પાડો છો તો માની લઈએ કે તમે બાજુવાળાના ઘરમાં નહીં નાંખો પણ મારો સવાલ છે કે વાંદાને ઘરમાંથી બહાર કેમ કાઢો છો?” સભાઃ “વાંદાને ઘરમાંથી બહાર ન કાઢીએ તો તેનું મલ્ટીપ્લિકેશન થાય.” ગુરુજી: “મલ્ટિપ્લિકેશન થાય તો શું પ્રોબ્લેમ છે? તમારો દીકરો લગ્ન કરીને આવે છે તો તમારા દીકરાનું મલ્ટિપ્લિકેશન ન થયું? વાંદો તો એમ પણ નથી કહેતો કે મારે સૂવા માટે ઘોડિયું જોઈશે. જ્યારે તમારે પૌત્ર થાય તો ઘોડિયું લાવવું પડે છે કે નહીં?” સભાઃ “વાંદો આખા ઘરમાં ફર્યા કરે છે.” ગુરુજી: “તમારો પૌત્ર થશે તો એ ઘરમાં નહીં ફરે ? ઈવન, હોલમાં પેશાબ-સંડાસ પણ કરી જશે. તો શું પૌત્રને ઘરમાંથી કાઢી નાખો છો?” સભાઃ “વાંદાને જોતાં દ્વેષ થાય છે જ્યારે પૌત્રને જોતાં આનંદ થાય છે.” ગુરુજીઃ “ઘણાને રજનીકાંત કાળો હોવાથી નથી ગમતો, પણ એ સાઉથમાં સુપરસ્ટાર છે. લાખો-કરોડો લોકો એના દીવાના છે. તેના મંદિરો છે. આ સાંભળતાં ભલે તમને રજનીકાંત ગમતો ન હોય છતાં તમે વિચારોને કે કાંઈક તો દમ લાગે છે રજનીકાંતમાં. જે વાંદાને જોઈને તમને નફરત થાય છે એ જ વાંદાઓની મુનિઓ જીવદયા પાળે છે તો તમને થવું જોઈએ કે વાંદામાં જીવત્વ છે. પૂજય ગુરુભગવંતો એની જીવદયા કરે છે તો મારાથી | પ્રાર્થના 1 પડાવ : 4