________________ કરો. દીકરા-દીકરીને મોટા કરવાનાં છે. તમે તો ધર્મ સમજેલા છો, જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ છે. અફસોસ કરીને શું ફાયદો ? ચોથની પાંચમ થવાની નથી. જે જ્ઞાનીએ જોયું હશે તે જ થશે. એમાં આપણે શું કરી શકીએ? આ તો થઈ મૃત્યુ વખતની વાત. પણ કોઈની દીકરી સાસરેથી પાછી આવી હોય ત્યારે તમને સમજાવવાનું કહે તો તમે અટકો?” સભાઃ “જરાય નહીં.” ગુરુજીઃ “સીતા, ચંદનબાળા વગેરે સતીઓએ જે સહન કર્યું હતું તેવું સહન તારે ક્યાં કરવાનું છે? હમણાં સહન કરીશ તો પછી સુખ જ સુખ છે. હું તમને સમજાવતાં જોઉં ત્યારે મને પણ મન થઈ જાય કે બે-ચાર પોઇન્ટ્સ લખી લઉં, જીવનમાં કામ લાગશે.” સભાઃ “અમારે તો ડાહી સાસરે જાય અને ગાંડી શિખામણ દે એવું છે.” ગુરુજી: “ભલે ગાંડી શિખામણ દેતી હોય, પણ શિખામણ ગાંડી નથી. શિખામણ લેવા જેવી હોય છે. મૂળ વાત, કૂતરું કરડી જાય તો કદાચ 14 ઇંજેક્શન લેવા પડે પણ વાંદાની તો કોઈ હેરાનગતિ નથી ને? છતાં ઘરમાં વાંદો દેખાય તો શું કરશો?” સભાઃ “સૂપડીમાં લઈ બહાર ફેકીશું.” ગુરુજી: “બાજુવાળાના ઘરમાં?” સભાઃ “અમે એટલા ખરાબ નથી.” ગુરુજી: “અમારી પાસે તમારી રામાયણો આવે છે. મુંબઈના ડૉલર એરિયામાં બિલ્ડીંગની નીચે રહેલા ઉપાશ્રય ઉપર તથા આજુબાજુની જગ્યામાં વધેલો લોટ, શાક, દાળ વગેરે નીચે ફેંકે છે. વળી બાજુમાં જ દેરાસર છે. દેરાસર જોતાં બોલવાનું મન થઈ જાય કે “સુંદરતા સુરસદનથી પ્રાર્થના : 1 72 પડાવ : 4