________________ ગુરુજી: “મેઘકુમાર પૂર્વે હાથીના ભવમાં દાવાનળ લાગેલો જોઈને જાતિસ્મરણ થવાથી તૃણ-વૃક્ષ વગેરેનું ઉમૂલન કરીને યૂથની રક્ષાને માટે તે નદીના કિનારે ત્રણ સ્થડિલો કર્યા. આખો એરિયા સાફ કર્યો. એક પણ નોકર નથી, નથી એક પણ મદદ કરનાર, બધું કામ જાતે કરવાનું, આટલી મોટી જગ્યાની પોતાને જરૂર નથી, છતાં બીજા માટે સાફ કરે છે. 500 માણસોનો જમણવાર હોય, તમે એક-બે કલાક પીરસો તો કમર દુખી જાય ને?હાથીનું શરીર અને તમારું શરીર-બંનેમાં કદાવર શરીર કોનું? છતાં આટલા મોટા કદાવર શરીરે ઘાસ કેવી રીતે સાફ કર્યું હશે? તમારે તો વાંકા વળવું હોય તો વળી શકો છો,પણ હાથી કેવી રીતે વળી શકે? છતાં એકદમ નિટ એન્ડક્લીન ત્રણ ચંડિલ (નિર્દોષભૂમિ) તૈયાર કર્યા. અથથી ઇતિ સુધીનું પોતાનું યોગદાન છે એવા સ્પંડિલમાં પોતાને ઊભા રહેવા જગ્યા નહીં. માંડ માંડ જગ્યા મળી એમાં શરીરને ખણવા માટે એક પગ ઊંચો કર્યો ત્યાં પ્રાણીઓની ભીડમાં ફસાઈ ગયેલું એક સસલું પગવાળી જગ્યાએ આવીને ઊભું રહ્યું. દયાપૂર્ણ હૃદયવાળો હાથી એક પગ ઊંચો રાખી ત્રણ પગે અઢી દિવસ ઊભો રહ્યો. દાવાનળ શાંત થતાં પ્રાણીઓ પોતપોતાને ઠેકાણે ચાલ્યા ગયા. ત્યારબાદ સુધા-તૃષાપીડિત હાથી પાણીને માટે દોડવા ગયો પરંતુ પડી ગયો. ભૂખ-તરસના દુઃખથી ત્રીજે દિવસે મૃત્યુ પામ્યો. હાથીને હજુ ગુરુ નથી મળ્યા. ગુરુનો ઉપદેશ નથી સાંભળ્યો તો પણ સસલા પર કેવી દયા ! પગ અકડાઈ ગયો છતાં સસલા પર પગ ન મૂક્યો.” સભાઃ “કેમ?” ગુરુજી: મને કોઈ કચડી નાખે તો મને નથી ગમતું તો પછી એ સસલાને કેવી રીતે ગમે? અઢી દિવસ એક પગ ઉપર ઊભો રહે છે. જ્યારે આપણને ગુરુ મળ્યા છે. ગુરુનો ઉપદેશ સાંભળ્યો છે છતાં સંવત્સરી પ્રતિક્રમણ ઊભા પ્રાર્થના : 1 70 પડાવ : 4