________________ બનાવું, તો અમે બોલીએ કે મ.સા.ના હાથમાં બકરો સારો આવી ગયો છે.” ગુરુજી: “તમારી જીભ કાતરનું કામ કરે છે. ભવાંતરમાં જીભ નહીં મળે.” સભાઃ “અગ્નિશમને ગુણસેન ઉપર દ્વેષ થયો તેમાં અગ્નિશર્માની માર્ગાનુસારિતા ક્યાં ખૂટી?” ગુરુજી: “ગુણસને ત્રણ-ત્રણ વાર પારણાંનું આમંત્રણ આપ્યું છતાં કોઈક કારણસર અગ્નિશમનું પારણું ન થયું ત્યારે અગ્નિશમ વિચારે છે કે ગુણસેન રાજા હજુ મને હેરાન કરવા માંગે છે. હજુ પણ એમના મનમાં મારા માટે નફરત-દ્વેષ છે.ખરેખર એણે વિચારવું જોઈએ કે હું ભૂખના લીધે દુઃખી છું અને ભૂખ શરીરના કારણે છે. શરીર ના હોત તો કોઈની તાકાત નથી કે મને હેરાન કરે. હું ગુણસેનના કારણે દુઃખી નથી. જેમ ચંદ્રગ્રહણમાં ચંદ્ર ઢંકાઈ જાય છે એમ સંસાર=શરીર-ઇન્દ્રિયમનની ઇચ્છાઓ આત્મગ્રહણ છે. જેમાં આત્માઢંકાઈ જાય છે. આત્મા ઢંકાઈ જવાના કારણે આપણે દોષનો ટોપલો બીજાના માથે નાખીએ છીએ. અગ્નિશર્માએ પણ આ જ કર્યું. શરીરના કારણે ભૂખ લાગી અને પોતાના દુઃખની વરમાળા ગુણસેનને પહેરાવી દીધી.” સભાઃ “આપણને આવી સમજ આવી જાય તો સંસારમાં કોઈદુઃખી ન કરી શકે.” ગુરુજીઃ “આર્ય! તારી વાત સાચી છે. આપણે દુઃખી આપણા આંતરિક દોષો મોહ-માયા-લોભ વગેરેના કારણે છીએ. બહારની દુનિયામાં જેટલાં પણ દુઃખો દેખાય છે તે બધાં દોષોનાં ફળ છે. મરીચિએ અભિમાન કર્યું તો નીચગોત્ર કર્મ બાંધ્યું. એના કારણે હલકા ભવોમાં જવું પડ્યું. મરીચિએ કુળમદ કર્યો ત્યારે એ દુઃખી હતા પોતાના માનના કષાયના કારણે. અંતે જે હલકા ભવોમાં જવું પડ્યું તે માન પ્રાર્થના 1 68 પડાવ : 4