________________ કષાયનું ફળ હતું. વ્યક્તિ પોતાના આંતરિક દોષો અને દોષનાં ફળના કારણે જ દુ:ખી છે, એના સિવાય દુ:ખી થવાનું ત્રીજું કોઈ કારણ હોય તો બતાવોઆપણે વિચારણા કરીએ.'' સમાઃ “સાસુનો સ્વભાવ ખરાબ હોય તો?” ગુરુજીઃ “સાસુનો સ્વભાવ ભલે ગમે તેટલો ઘટિયા હોય, તમે દુઃખી તમારા આંતરિક કષાય અને તેના ફળથી થશો. બાકી તમને લલિતા પવાર જેવી સાસુ મળે તો પણ દુ:ખી નહીં કરી શકે.” સભાઃ “માર્ગાનુસારી જીવને સંવિજ્ઞ ગીતાર્થ ગુરુ મળે તો ઝડપી વિકાસ થાય.” ગુરુજી: “હા, માર્ગાનુસારિતા છે અને એમાં સંવિજ્ઞ ગીતાર્થ ગુરુ મળી ગયા તો કલ્યાણ ચપટીમાં થઈ જાય.” સભાઃ “ઉદાહરણ?” ગુરુજીઃ “માષતુષ મુનિએમનો જ્ઞાનાવરણીય ક્ષયોપશમ સામાન્ય પણ નથી. કોઈ ગજબ કોટિની વૈયાવચ્ચ કરી હોય તેવો પણ ઉલ્લેખ વાંચ્યો નથી. છતાં સંવિજ્ઞ-ગીતાર્થ ગુરુએ બતાવેલ માર્ગદર્શન મુજબ મા-રુષ, મા-તુષ લાંબો સમય ગોખતા રહ્યા. એના પરિણામે કેવળજ્ઞાન પામી ગયા. આપણું કેવું? ગુરુ મ.સા. કહે જીવવિચાર ભણો તો આપણી ઇચ્છા સ્તુતિની હોય. ગુરુ કહે કર્મગ્રંથ ભણો તો આપણને કંઈક અલગ જ સૂઝે.” સભાઃ “એનો અર્થ ગુરુ કહે એમ કરવાનું?” ગુરુજીઃ “સંવિજ્ઞ-ગીતાર્થ ગુરુ કહે એમ જ કરવાનું.” સભાઃ “સંવિજ્ઞ-ગીતાર્થ ગુરુના સાંનિધ્યથી માલતુષ મુનિનું હિત થયું પણ જે માર્ગાનુસારી હોય અને ગુરુ મળ્યા હોય એવું ઉદાહરણ આપો ને?” પ્રાર્થના : 1 69 પડાવ : 4