________________ આવી વાત તમારા ધ્યાનમાં આવી તો સૌથી પહેલાં તો તટસ્થ રહેવાનું. પછી સત્ય-અસત્ય, લાભ-નુકસાન બધું સમજવાની કોશિશ કરવાની. કોઈ પણ બાજુ ઢળી નહીં જવાનું. ન સમજ પડે તો તટસ્થ રહો. જેને માર્ગાનુસારી બનવું છે તેણે તટસ્થ રહેતાં શીખવાનું. દા.ત. તમે મ.સા.ને ગોચરી માટે વિનંતી કરી હતી. મ.સા.તમારા ઘરે પધાર્યા. તમે ઓફિસ ગયા હતા. બીજા દિવસે તમે ઉપાશ્રય ગયા. તરત જ મ.સા. તમને ખિજાયા કે “ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો.” હવે તમારે શું કરવાનું? વિચારવાનું કે મ.સા. કોઈ દિવસ આવાં કટુ વચનો બોલે નહીં છતાં આજે મને આવતાંની સાથે આવું જાહેરમાં બોલ્યા તેથી નક્કી મારી કાંઈક ભૂલ થઈ લાગે છે. તેથી મ.સા.ને કહેવાનું કે મારી ભૂલ બતાવો, અને એનું પ્રાયશ્ચિત આપો. અને ગુરુમહારાજ તમને ભૂલ બતાવે કે તમારા ઘરે વહોરવા આવ્યા. તમારી ૨૦વર્ષની દીકરી નાની ચડ્ડી પહેરીને ફરતી હતી. આ ચાલે? પણ તમે એની જગ્યાએ સામે દલીલ કરો એવા છો કે સાહેબજી, આવાં કપડાં તો હવે બધાંના ઘરમાં પહેરાય છે. એમાં કંઈ ખોટું નથી. તમારે આવવું હોય તો સુખેથી પધારજો. પણ તમારે અમને આ રીતે ખખડાવવાની જરૂર નથી. આ તો મહારાજ સાહેબને સામો જવાબ આપ્યો અને વળી મનમાં એવી ગાંઠ બાંધશો કે ભવિષ્યમાં આ મ.સા.ને ઉપાશ્રયમાં પગ મૂકવા નહીં દઉં.” સભાઃ “શાસ્ત્રીય કોઈ ઉદાહરણ ખરું કે ગુરુએ સંતાનોનાં કારણે માબાપને ઠપકો આપ્યો છતાં શાંતિથી સાંભળ્યો હોય?” ગુરુજીઃ શાસ્ત્રમાં અહંદત્ત અને પુરોહિતપુત્રની વાત આવે છે. અહંદત્ત રાજકુમાર છે પણ ખૂબ વંઠી ગયેલ છે. એના ઘરે જે સાધુઓ આવે એને હેરાન કરે છે. એક દિવસ જોગાનુજોગ એ રાજ્યમાં અહંદતના કાકા પ્રાર્થના 1 પડાવ : 4