________________ ત્યારે માર્ગાનુસારી જીવ વિચારે કે.. બિલ્ડીંગમાં દેરાસર થાય તો સારું, દેરાસર દૂર હોય તો લોકોને જવાનો કંટાળો આવે. તેથી દર્શન-પૂજા કર્યા વગરના રહી જાય. વળી બિલ્ડીંગની ચારેબાજુ દેરાસર છે તો શું વાંધો? જેમ કે દીકરાની એક ઓફિસ છે અને બીજી થાય તો શું વાંધો? બીજી-ત્રીજી-ચોથી ઓફિસ વિદેશમાં થાય તો વાંધો નથી, તો દેરાસરમાં વાંધો શું ? ભગવાનની મૂર્તિનો આકાર જ એવો છે કે જગતનું કલ્યાણ થયા જ કરે. દેરાસરમાં કોઈ જીવ આવશે તો પામશે. બિલ્ડીંગમાં દેરાસર બનાવવામાં જગ્યા નહીં વાપરીએ તો જિમ બનાવશે અને જિમમાં જઈને શું ઉકાળી લેવાના છીએ? બિલ્ડીંગમાં દેરાસર હોય તો ઘરડાં-બાળકો જાતે જઈ શકે. એક્સિડન્ટનો ડર ન રહે. દૂર હોય તો મા-બાપ બાળકોને એકલાં પૂજા કરવા મોકલે નહીં અને પોતે સમય કાઢી ન શકે તો બાળકો પૂજાથી વંચિત રહી જાય.” વગેરે વગેરે સભાઃ “મહારાજ સાહેબ પોતાની નામના માટે ઉપદેશ આપે છે તો ?" ગુરુજી: “કદાચ નામનાનો ભાવ હશે તો એ એમનો વિષય. પણ તમને તો 100% ફાયદો છે, કેમ કે, તમે તો દેરાસર 100% વિધિપૂર્વક જ બનાવો છો...એમાં તમને નુકસાન શું?” સભાઃ “જે મ.સા. પાસે જઈએ તે પૈસા ખર્ચવાનો જ ઉપદેશ આપે છે. એક મ.સા.એ દેરાસરનો ઉપદેશ આપ્યો, બીજા મ.સા. આવ્યા તેમણે ઉપાશ્રયનો ઉપદેશ આપ્યો, ત્રીજા મ.સા.એ તીર્થરક્ષાનો ઉપદેશ આપ્યો, ચોથાએ છ'રિપાલિત સંઘનો ઉપદેશ આપ્યો, પાંચમાં મ.સા.એ જ્ઞાનભંડારનો ઉપદેશ આપ્યો, અમે શું પૈસા પેદા કરતી ફેકટરીછીએ?” ગુરુજી: “તમે જ કહો, અનંતકાળથી ખાવા-પીવા-હરવા-ફરવા સિવાય આપણા આત્માએ કશું કર્યું છે? આ ભવની જ વાત કરું તો એક વ્યક્તિના પ્રાર્થના : 1 66 પડાવ : 4