________________ પૂરજોશમાં ચાલે છે માટે જે ધર્મ કરવો હોય તે ઘરે રહીને કરો. જયારે માર્ગાનુસારી ક્ષયોપશમવાળો એમ કહેશે કે જો દીકરા! ધંધામાં રોજ કેટલાય વેપારીઓ ઊઠી જાય છે. તો શું હું તને ઘરે બેસાડી દઉં? તને કહીશ ધંધો કર-પણ સંભાળીને કર. એવી જ રીતે દીક્ષા લેવી છે? સત્તર વાર વિચારીને લે. દીક્ષા લેવાની કોઈને ના નથી પણ લીધા પછી બરાબર પાળવી હોય તો જ લેજે.” સભાઃ “રોજ અમુકનાં પ્રકરણો બહાર આવતા હોય તો પણ દીકરાને દીક્ષા લેવાનું કહેવાનું?” ગુરુજીઃ “શાસ્ત્રમાં બ્રહ્મચર્ય પાળવાની જેટલી મર્યાદા કહી છે તેમાં કોઈ વ્યકિતએ ભૂલ કરી, એમાં ધર્મનો શો વાંક?” સાપનું ગમન વાંકુંચૂંકું હોય છે પણ જ્યારે પોતાના બિલમાં પ્રવેશ કરે ત્યારે સીધો ચાલે છે. સાપને ખબર છે કે જો બિલમાં પ્રવેશ કરતાં આડોઅવળો થઈશ તો શરીર પર ઉઝરડા પડશે. એમ માર્ગાનુસારી હંમેશાં સીધું અર્થઘટન કરશે.” સભાઃ મહારાજસાહેબો પોતાની નિશ્રામાં પ્રતિષ્ઠા થાય, પોતાનું નામ થાય તેથી દેરાસર બંધાવવાનો ઉપદેશ આપે છે. આમાં માર્ગાનુસારી કેવી રીતે વિચારે?” ગુરુજી: “બધા મહારાજસાહેબો પોતાની નામના, નિશ્રા માટે જ દેરાસર બનાવવાનો ઉપદેશ આપતા નથી. સમજો કે, કદાચ કોઈ સાધુ પોતાની નામના માટે ઉપદેશ આપે ત્યારે માર્ગાનુસારી જીવની વિચારણા આપણે જોઈએ. તમારી બિલ્ડીંગમાં સાધુભગવંત પધાર્યા અને બિલ્ડીંગમાં દેરાસર બનાવવાનો ઉપદેશ પોતાની નામના માટે જ આપ્યો. પ્રાર્થના : 1 65 પડાવ : 4