________________ મૈથુનના સંસ્કાર એકેન્દ્રિયમાં પણ છે. વનસ્પતિમાં પણ અમુક વનસ્પતિ એવી છે કે શૃંગાર સજેલી યુવાન સ્ત્રી એની પર પિચકારી છાંટે તો ઝાડ જલદી વધે. પપૈયાનાં ઝાડ માટે સાંભળ્યું છે કે નર અને માદા ઝાડ બાજુબાજુમાં ઊગાડે તો જ ફળ આવે. નહીંતર ના આવે.” સભાઃ “શાસ્ત્રમાં તો કહ્યું છે કે એકેન્દ્રિય નપુંસક હોય છે, તો એમાં નરમાદા ક્યાંથી આવ્યું?” ગુરુજી: “વાત સાચી પણ જે નપુંસકમાં પુરુષ જેવા લક્ષણ હોય તે પુરુષ નપુંસક અને જેમાં સ્ત્રી જેવાં લક્ષણ હોય તે સ્ત્રી નપુંસક સમજવું. અને એ અપેક્ષાએ નર-માદા સમજવું. બાકી એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, સમૂચ્છિમ પંચેન્દ્રિયને નપુંસક વેદનો જ ઉદય હોયછે. મૂળ વાત, અનાદિ કાળથી મૈથુન સંજ્ઞાના સંસ્કાર હોવા છતાં આ વ્યક્તિઓએ બ્રહ્મચર્ય પાળવાનો પુરુષાર્થ કર્યો. પરંતુ એમના ધર્મમાં બતાવેલી મર્યાદાઓના પાલનમાં ચૂક્યા. માટે આવું પરિણામ આવ્યું.” સભાઃ “ધર્મમાં બતાવેલી મર્યાદાઓનું પાલન કર્યું હોય છતાં ચૂકે, તો શું સમજવું?” ગુરુજી: “ધર્મમાં બતાવેલી મર્યાદાનું પૂરેપૂરું પાલન કર્યું હોય છતાં ચૂકે તો સમજવાનું કે કોઈ પૂર્વના કર્મનો ઉદય થયો અને પતન થયું. શાસ્ત્રમાં આદ્ર કુમાર, નંદીષણમુનિ વગેરે જે ચૂક્યા ત્યાં પૂર્વનું કર્મ પ્રધાન છે. મર્યાદાપાલનમાં ક્યાંય ચૂક્યા નથી.” સભાઃ “આર્દ્રકુમાર મુનિની ઘટના શું છે?” ગુરુજી: “શ્રેષ્ઠીપુત્રી શ્રીમતી ઉદ્યાનમાં રમતે ચડી. એમાં વર વરવાની રમતમાં મંદિરમાં ઊભેલા સ્વરૂપવાન નવયુવાન આદ્રમુનિને જોઈને તે બોલી, “મારો વર આ.” અને તરત દેવવાણી થઈ, “મુગ્ધા! તું યોગ્ય વરને વરી છે. ત્યાં તો દુંદુભિ ગડગડવા લાગી અને દેવોએ પુષ્પોપ્રાર્થના : 1 પડાવઃ 4