________________ સભાઃ “પિતાજી શોર્ટલાવવાનું કહે તે લાવી આપવી?” ગુરુજીઃ “ના, શૉર્ટસંસ્કૃતિવિરુદ્ધ છે માટે ન લાવી અપાય.” સભાઃ “પિક્યરની ટિકિટ.?” ગુરુજી: “ના, પરસ્ત્રીને મિક્સરમાં જોવી એ સદાચારમાં આવશે? આવી આપણી સંસ્કૃતિ છે? માટે પિક્યરની ટિકિટન લાવી અપાય.” સભાઃ “પિતાજી રિમેરેજની વાત કરે તો?” ગુરુજીઃ “પિતાજી રિમેરેજની વાત કરે એમાં પાત્ર વિધવા, અન્યની સ્ત્રી ન હોય, કુંવારી કન્યા હોય અને તમારે વ્રત ન હોય તો પિતાજીનાં લગ્ન કરાવી આપવાં એ ગુરુજણપૂમાં આવશે.” સભાઃ “આનું શાસ્ત્રમાં ઉદાહરણ છે?” ગુરુજી: “હા ! એક તાપસીએ ચેડામહારાજાની દીકરી સુષ્ઠાનું ચિત્ર આલેખીને શ્રેણિક મહારાજાને બતાવ્યું. શ્રેણિક મહારાજાએ તાપસીને પૂછ્યું કે, આ સ્ત્રીનું ચિત્ર તમે તમારી બુદ્ધિથી આલેખ્યું છે કે કોઈ સ્ત્રીના રૂપદર્શનથી દોર્યું છે? તાપસીએ કહ્યું કે જેવું રૂપ મેં જોયું છે તેવું યથાશક્તિ દોર્યું છે. રાજાએ પૂછ્યું કે હે ભદ્ર! મુક્તાવલિ(મોતીની માળા)ની જેમ આ બાળા કોના વંશમાં ઉત્પન્ન થઈ છે? ચંદ્રલેખાની જેમ તે હાલ કઈ નગરીને અલંકૃત કરે છે? ક્ષીરસાગરને લક્ષ્મીની જેમ ક્યા ધન્ય પુરુષની એ પુત્રી છે ?ક્યા પવિત્ર અક્ષરો એના નામમાં આવ્યા છે?સરસ્વતીએ કઈ કળાથી તેના પર અનુગ્રહ કર્યો છે? કોઈ પુરુષ ને તેના કરને ગ્રહણ કર્યો છે? તાપસીએ જવાબ આપ્યો કે હે રાજન્ ! વૈશાલી નગરીના અધિપતિ અને હૈદ્ય વંશમાં ઉત્પન્ન થયેલા ચેટક રાજાની તે કુમારી સર્વકળાનો ભંડાર છે અને સુજેઠા તેનું નામ છે.” સભાઃ “શ્રેણિક રાજાએ નામ ખૂબ સરસ રીતે પૂછ્યું કે ક્યા પવિત્ર અક્ષરો પ્રાર્થના : 2 6 1 પડાવ : 8