________________ તે બાળા નામમાં આવ્યા છે? બીજું તે બાળા કેટલું ભણેલી છે ? એ પૂછવાની રીત પણ સરસ હતી કે સરસ્વતીએ કઈ-કઈ કળા દ્વારા તેના પર કૃપા કરીછે?” ગુરુજી: “રૂચિ અનુયાયી વીર્ય હોય છે.જે ફિલ્ડમાં તમારી રૂચિ હોય એ પ્રમાણે ક્ષયોપશમ થાય. મૂળ વાત, બીજા દિવસે શ્રેણિક રાજાએ સુજેષ્ઠાની યાચના કરવા માટે એક દૂતને શીખવીને ચટક રાજા પાસે મોકલ્યો. સંદેશો આપવામાં હોંશિયાર દૂત તરત વૈશાલી પહોંચીને ચટક રાજાને નમીને બોલ્યો, કે હે રાજન! મારા સ્વામી મગધપતિ શ્રેણિક તમારી કન્યા સુજેષ્ઠાની માંગણી કરે છે. મહાન પુરુષોને માટે કન્યાની માંગણી કરવી તે કદી પણ લજ્જાકારક નથી. ચેટક રાજા બોલ્યા, “અરે દૂત! તારો સ્વામી પોતાથી અજાણ્યો લાગે છે. જે વાહીકુળમાં ઉત્પન્ન થઈ હૈહય વંશની કન્યાને ઇચ્છે છે. સમાનકુળના વરકન્યાનો વિવાહ થવો યોગ્ય છે. માટે હું શ્રેણિકને કન્યા નહીં આપું. તું ચાલ્યો જા.” દૂતે આવીને તે વૃત્તાંત શ્રેણિક રાજાને કહ્યો. તેથી શત્રુઓથી પરાભવ પામ્યો હોય તેમ તે ઘણો ખેદ પામ્યો. તે વખતે અભયકુમાર પિતાના ચરણકમળમાં ભ્રમરરૂપે થઈને ઊભો હતો. તે બોલ્યો કે પિતાજી ! શોક ન કરો. હું આપની ઇચ્છા પૂર્ણ કરીશ.” સભાઃ “અહીંવિધવા કે અન્ય સ્ત્રી હોત અથવા અભયકુમારને વ્રત હોત તો આ વાક્ય ન બોલત. બરાબર?” ગુરુજી: હા.” સભાઃ “પછી શું થયું?” ગુરુજી: "72 કળામાં માસ્ટર અભયકુમારે શ્રેણિક મહારાજાનું ચિત્ર દોર્યું. ગુટિકાથી વર્ણ (કલર) તથા સ્વર (અવાજ) બદલાવી, વણિકનો વેશ લઈને પ્રાર્થના 2 6 2 પડાવઃ 8