________________ એ છોકરાની મા તો આ પહેલાં આપણે ત્યાં આવી નથી. ઈ છોકરાના માવતર આ ઘર માટે કેવા મત બાંધશે? આપણે શું છીએ, કેવા છીએ એ કાંઈ જાણતા નથી.પોતાના છોકરા કરતાં તું ખરાબ છે એમ જ માને. એક વાર તારી અને આ ઘરની છાપ ખરાબ પડી તે ઈ પાછા એનાં સગાં ઓળખીતામાં સૌને કહે તો એ છાપ ભૂંસાતાં કેટલી વાર લાગે ?તારા કપડાં પર શાહી ઢોળાય તો એનો ડાઘ કાઢતાં કેટલી કડાકૂટ થાય?કેટલો વખત બગડે? તું ડાહ્યો દીકરો થઈને સૌહારે સમજીને રે ‘તો હોવ તો? એણે ગાળ કાઢી ત્યારે એની હારે બાઝવાને બદલે તે એને કીધું હોત કે ભાઈ! તું હોંશિયાર. તને ન ફાવતું હોય તો રમત બંધ. એમ કહ્યું હોત તો ઝગડો ન થાત.” સભાઃ “આ રીતે સંતાનોને સમજાવવાં જઈએ તો તો ફેસબુક, વ્હોટ્સએપ હવા ખાય.” ગુરુજી: “ફેસબુક છો ને હવા ખાતી. નહીંતર તમારે ઘરડાંઘરની હવા ખાવાનો વખત આવશે.” સભાઃ “ગુરુજણપૂઆમાં મા-બાપની ભક્તિ કરવાનું કહ્યું તો મા-બાપની કઈ કઈ ઇચ્છાઓ પૂરી કરવાની?” ગુરુજી: “ગુરુજણપૂઆમાં તમારા ઉપકારી, મા-બાપ વગેરે લીધાં છે. તમારા ઉપકારી મા-બાપ ધાર્મિક જ હોય એવો કોઈ નિયમ નથી. એ સંસારી જીવો છે. જેમણે તમારી ઉપર ઉપકાર કર્યા છે. એમનો સ્વભાવ સારો, ગુણિયલ, ધાર્મિક હોય એવો એકાંત નથી. અહીં મા-બાપ વગેરેની ભૌતિક તથા ધાર્મિક ઇચ્છાઓ પણ પૂરી કરવાની આવશે. એ ગુરુજણપૂઆમાં જશે. ધ્યાન એટલું રાખવાનું કે, ભૌતિક ઇચ્છાઓ સંસ્કૃતિ, સદાચાર, ધર્મને અવિરોધી જોઈએ.” પ્રાર્થના : 2 6) પડાવ : 8