________________ સભાઃ “અમને અત્યંત અહોભાવ થાય.” ગુરુજીઃ “ખાખ અહોભાવ ? આવા ગુરુભગવંતની નિંદા થાય ? ગુરુભગવંત વ્યાખ્યાન 5-10 મિનિટ મોડું મૂકે તો તમારું મન ઊંચ-નીચું થાય અને તમારો બકવાસ ચાલુ થઈ જાય. યુનિક વ્યક્તિને પામીને મન ઊંચુંનીચું કરાય? તમારા માટે સુગર લોકોત્તર નહીં લૌકિક જ છે.” સભાઃ “અમને કેમ સુગુરુ લોકોત્તરન કહેવાય?” ગુરુજીઃ “કદાચ શાસનરક્ષાનું કોઈ કાર્ય તમને સુગુરુ ભળાવે તો, એમાં પણ બાર્ગેનિંગ કરાવો એવા છો. કદાચ કોરો તો એલ.આઈ.સી.ના મેડિક્લેમના જેમ હપ્તા ભરો એમ હપ્ત-હપ્ત કામ કરો એવા છો. એમાં જો ફોર્સ કર્યો તો તો અમારું આવી જ બન્યું. ભગવાન શ્રી મહાવીરસ્વામી અને શ્રેણિક મહારાજા જેવું કામ નથી કરાવી શક્યા તેવું કામ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. અને કુમારપાળ મહારાજાની જોડી કરાવી શકી છે. ગુરુ પર બહુમાન કેવું ગજબનું ! એક વાર ગુરુ મ.સા.એ માદરપાટનાં કપડાં પહેર્યા ત્યારે કુમારપાળ મહારાજાએ કહ્યું કે આપ મારા ગુરુ થઈને આવાં કપડાં પહેરો તો મારી આબરૂનું શું? ત્યારે ગુરુ મ.સા. કહે છે કે તને તારી આબરૂની ચિંતા છે. તારા સાધર્મિકની કોઈ ચિંતા ખરી? તરત લાખો રૂપિયાનો સવ્યય સાધર્મિક માટે કર્યો. આને કહેવાય સુહગુરુનો યોગ. મને નથી લાગતું કે ગુરુ મ.સા.એ ઇશારો કર્યો હોય અને કુમારપાળ મહારાજાએ કામ ન કર્યું હોય. ગુરુ મ.સા. કાળ કરી ગયા ત્યારે રડે છે કે મારા ઘરના અનાજનો એક પણ દાણો ગુરુના પેટમાં નથી ગયો.” સભાઃ “સાહેબજી, અમે એ અપેક્ષાએ તો નસીબદાર ને ! કે અમારે ત્યાં તો ગુરુભગવંત ગોચરી આવી શકે છે?” ગુરુજી: “ઓ નસીબદારો ! ૧૫-૨૦-૪૦મે માળે કેમ રહેવા ગયા છો?” પ્રાર્થનાઃ 2 પડાવ : 7 46