________________ સભા ફૂલો કે શહેરમૅઘર હો અપના, વાળી વાતનું શું? ગુરુજી: કોઈ ફૂલોનાં શહેરમાં ઘર નથી, ચારે બાજુ મડદો હોય એને સ્મશાન કહેવાય. સભાઃ “અમે ૫૦૦-૧૦૦૦ની નોટમાં નિત્યત્વની બુદ્ધિ કરીને બેઠા હતા તેથી જ આઠ નવેમ્બરના ડીમોનેટાઇઝેશન આવ્યું ત્યારે નોટો અનિત્ય થઈ ગઈ અને બધાં ટેન્શનમાં આવી ગયા.” ગુરુજી: “તમે જે પૈસાને હારની જેમ સાચવીને બેઠા છો એ તમને કામ આવશે કે નહીં એ પછીની વાત છે. પણ પૈસાના કારણે તમે કેટલા દુઃખી થાવ છો? એ પૈસા ભેગા કરતાં કેટલો દમ નીકળી ગયો? 5-10 લાખ છુપાવીને ભેગા કર્યા. તમને એમ હતું કે છૂપી રીતે ભેગી કરેલી કટકી મને કામ આવશે પણ એ નોટો નકામી થઈ ગઈ. એ નોટો સાપના ભારા જેવી લાગવા લાગી. તમારી છૂપી કટકી તો બહાર નીકળી સાથે સાથે તમે પરિવાર સાથે કરેલો દગો પણ બહાર આવ્યો. ઘરમાં સ્વજનોને પૈસાની જરૂર હતી છતાં આપ્યા નહીં. અને 8 નવેમ્બરના રોજ બહાર કાઢ્યા. તમારી કટકીઝઘડાનું કારણ બની.” સભાઃ “અનિત્ય ભાવના ભાવશું તો અમે કેરલેસ થઈ જઈશું. દા. ત. કાચનોગ્લાસ તૂટી ગયો તો અમને થશે કે અનિત્ય જ હતો ને, વાંધો નહીં.” ગુરુજી: “અનિત્ય ભાવના બરાબર કેળવો તો તમે કેરલેસ નહીં પણ કેરફુલ થશો. દા.ત. આ દુનિયામાં સૌથી ડેલિકેટ વસ્તુ જો કોઈ હોય તો એ આપણું શરીર જ છે. કઈ ઘડીએ શું થઈ જાય, કાંઈ ખબર ના પડે. સવારમાં હટ્ટાકટ્ટો લાગતો માણસ સાંજે ખાટલા ભેગો થઈ જાય. થોડીવાર પહેલા હટ્ટાકટ્ટા લાગતા સનત્કુમાર ચક્રવર્તી એકાદ કલાકમાં રોગવ્યાપ્ત થઈ ગયા.' સભાઃ “એદાક કલાકમાં જ!” પ્રાર્થના : 1 44 પડાવ : 3